દિલજીતનો કંગનાને જવાબ- તારે તો બધે બોલવા જોઈએ, તું બોર ન કર, તારુ કામ કર

અમેરિકન પોપ સ્ટાર રિહાનાએ દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં પ્રતિક્રિયા આપી ત્યારથી જ બોલિવૂડ સ્ટાર્સ બે ભાગમાં વેચાઈ ગયા છે અને ધડાધડ પોતાનો મત આપી રહૃાા છે. પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ રિહાનાના આ પગલાથી ખૂબ પ્રભાવિત થયા છે અને તેમના માનમાં એક નવું ગીત રજૂ કર્યું છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે આ મામલે દિલજીત પર નિશાન સાધ્યું છે. હવે દિલજીતે પણ કંગનાના આ ટ્વીટનો વળતો જવાબ આપ્યો છે.

દિલજીતે રિહાના પર બનાવેલા ગીત પર કંગનાએ ટ્વીટ કર્યું હતું અને કહૃાું હતું કે ‘આને પણ પોતાનાં ૨ રૂપિયા બનાવવાના છે, આ બધું ક્યારનું પ્લાન કરવામાં આવી રહૃાું છે. વીડિયો અને જાહેરાતની તૈયારીમાં ઓછામાં ઓછો એક મહિનાનો સમય લાગશે, અને લિબરુ કહે છે કે અમે માની લઈએ કે આ બધું ઓર્ગેનિક રીતે થઈ રહૃાું છે, હાહાહાપ ત્યારે હવે આનો જવાબ આપતી વખતે દિલજીતે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘૨ રૂપિયા? તમારી નોકરી વિશે મને ન જણાવો. હું આવા ગીતો અડધા કલાકમાં બનાવું છું.

તારા માટે ગીત બનાવવાનું દિલ નથી માનતું. સમય તો ૨ મિનિટ જ લાગશે. તારે બધી જગ્યાએ બોલવું પડે છે. જા યાર બોર ન કર અને કામ કર તારું. આજે દિલજીતે તેની યુટ્યુબ ચેનલમાં રિહાના પર એક ગીત રજૂ કર્યું છે, જેનું શીર્ષક છે  ‘રીરી. દિલજીતે પોતે આ ગીત ગાયું છે, જેને રાજ રંજોધ અને ઈન્ટેન્સ દ્વારા સંગીત આપ્યું છે. બીજી તરફ કંગના આજકાલ તેના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેમણે પોતાના ટ્વીટમાં હરિયાણામાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરનારા ખેડુતોને આતંકવાદી ગણાવ્યા હતા.