દિલ્લીમાં રિક્ટર સ્કેલ પર ૨.૮ની તીવ્રતાના ભૂકંપના ઝાટકા

રાજધાની નવી દિલ્લીમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૮ માપવામાં આવી છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ ભૂકંપના ઝટકા સવારે ૯.૧૭ વાગે અનુભવાયા છે અન તેને પશ્ર્ચિમી દિલ્લીમાં માપવામાં આવ્યા છે.

એક સપ્તાહમાં આ ત્રીજી વાર છે જ્યારે દિલ્લી એનસીઆરમાં ભૂકંપથી ધરતી કાંપી છે. આ પહેલા ૨૬ જાન્યુઆરીએ ઝટકા અનુભવાયા હતા. જેનુ કેન્દ્ર દક્ષિણ-પશ્ર્ચિમ દિલ્લીમાં હતુ. રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૧.૯ હતી. વળી, ૨૨ જાન્યુઆરીએ પણ ભૂકંપના ઝટકા આવ્યા હતા જેની તીવ્રતા ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ ૧.૯ જ માપી હતી.