દિલ્હીની બહાર પણ ભારત વસે છે : મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડ

દિલ્હી હાઇકોર્ટના એસ બ્લોક ભવનનું ઉદ્ધાટન કરતા મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાઇ ચંદ્રચુડે કહૃાું કે દિલ્હીના બહાર પણ એક ભારત વસે છે.આપણે તેની બાબતમાં જાણવું પડશે તેમણે કહૃાું કે જીલ્લા અદાલતો પર આપણે ધ્યાન આપવું પડશે તેમણે કહૃાું કે ન્યાયના અધિકારને સાકાર કરવામાં એક મહત્વપૂર્ણ ઘટક એ સુનિશ્ર્ચિત કરવાનું છે કે સમગ્ર ન્યાયિક ઇફ્રાસ્ટ્રકચર હોય જે જીલ્લા સ્તરીય અદાલતોથી શરૂ થશે. તેમણે કહૃાું કે ઔપનિવેશિક કાળમાં ઇમારતોના વાસ્તુશિલ્પનો ભય પેદા કરવા માટે બનાવવામાં આવ્યા હતાં.ન્યાય મેળવનારાઓના મનમાં ભય પેદા કરવાની ભાવનાથી બનાવવામાં આવ્યા હતાં અને ન્યાય આપનારા અને ન્યાય જેના માટે કરવામાં આવે છે તેમની વચ્ચે વિભાજન માટે આમ કરવામાં આવ્યું હતું. તેમણે કહૃાું કે મારૂ માનવુ છે કે ભારત રાજધાનીથી પર પણ વસે છે. મુખ્ય ન્યાયમૂર્તિએ કહૃાું કે ન્યાયને લઇ સમજ હવે ખુબ બદલાઇ ગઇ છે અને હવે એ વાતના પ્રયાસ કરવામાં આવી રહૃાાં છે કે લોકો આપણા સુધી પહોંચે તેની જગ્યાએ લોકો સુધી પહોંચી શકાય.અત્યાધુનિક ઇમારતનું ઉદ્ધાટન કરતા ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહૃાું કે આ ઇમારત આધુનિકતાને લોકતાંત્રિકતાની સાથે જોડે છે અને દિલ્હી હાઇકોર્ટ ખુદ ન્યાયશાસ્ત્રના રાજકીય વર્તુળોમાં તાજી હવાને ભેળવે છે. તેમણે એ વાત પર ભાર મુકયો કે ન્યાયિક પ્રણાલી અને અદાલતો લોકતાંત્રિક સમાવેશી અને સમાન રૂપથી સુલભ થવી જોઇએ અને તેની ડિઝાઇનને વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને સમાયોજિત કરવી જોઇએ જેથી સાર્થક ભાગીદારી સંભવ થઇ શકે સીજેઆઇએ કહૃાું કે ઇ કોર્ટ પરિયોજનાનું એક લક્ષ્ય કુશલ અદાલત પ્રબંધનના માધ્યમથી ગુણાત્મક અને ત્વરિત ન્યાય પ્રદાન કરવાનું છે અને ન્યાયિક બુનિયાદી માળખુ અને ગુણવત્તા અને ન્યાયની ગતિની વચ્ચે એક સકારાત્માક સંબંધ લાંબા સમયથી સ્થાપિત છે. તેમણે ન્યાય વિતરણ અને કાનુની સુધારાને રાષ્ટ્રીય મિશન બતાવ્યું છે કે વિલંબને ઓછો કરવા માટે યોગ્ય ન્યાયિક બુનિયાદી માળખુ એક પૂર્વ શર્ત છે.