દિલ્હીમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવી ચૂકી છે: સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

  • મંગળવારે ૬૭૨૫ પોઝિટિવ કોરોના કેસ નોંધાયા

 

દેશની રાજધાનીમાં એક વાર ફરી કોરોનાના કેસ વધતા જોવા મળી રહૃાા છે. મંગળવારે અહીં ૬૭૨૫ કેસ આવ્યા હતા. જે બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહૃાું છે કે દિલ્હીમાં કોરોનાની સંક્રમણની ત્રીજી લહેર આવી હોવાનું કહેવાઈ રહૃાું છે. તેમણે કહૃાં કે અમે હવે અગ્રેસિવ રીતે ટેસ્ટિંગ કરવાનું શરુ કર્યું છે જે બાદ આંકડા વધતા નજર આવી રહૃા છે. તેમણે કહૃાું કે આ પહેલા કન્ઝસ્ટડ વિસ્તારમાં ફેલાયેલો હતો. પરંતુ હવે આ અપર ક્લાસમાં પણ આવી ગયો છે. ત્યારે અપર ક્લાસના લોકો ખાનગી હોસ્પિટલો વધારે પસંદ કરી રહૃાા છે. જેના કારણે બેડ ભરાઈ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહૃાું કે કન્ટેન્ટમેન્ટ જોન વધારવામાં આવી રહૃાા  છે. ત્યારે જો ૩-૪ કેસ પણ છે તો ત્યાં કન્ટેનમેન્ટ જોન બનાવવામાં આવી રહૃાા છે. આ ઉપરાંત તેમણે કહૃાું કે ખાનગી હોસ્પિટલોમાં ૮૦ ટકા બેડ રિઝર્વ કર્યા હતા જેના પર  હઈકોર્ટે મનાઈ ફરમાવી છે. હવે અમે સુપ્રીમ કોર્ટ જઈશું. ત્યારે થોડા સમય પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને રાજધાનીમાં કોરોનાનો સૌથી ખતરનાક સમય આવવાની શક્યતા વ્યક્ત કરી છે. એક્સપર્ટ કમિટીના હવાલાથી જૈને કહૃાું હતું કે આવનારા દિવસોમાં બહું સાવધાનીની જરુર છે.

જોકે સ્વાસ્થ્ય  મંત્રીએ વધતા પોઝિટિવિટી રેટ પર કહૃાું કે જે લોકો નિયમોનું પાલન નહીં કરી શકતા તેમને દૃંડવામાં આવી રહૃાા છે. ઘણી કડકાઈ વર્તી રહૃાા છીએ. પરંતુ ઘણા લોકો એક બીજાને મળી રહૃાા છે. કોઈ પણ પોઝિટિવ આવે છે તો તેના તમામ કોન્ટેક્ટને ટ્રેસ કરવામાં આવે છે.

જે તેના કોન્ટેક્ટમાં છે તે તમામનો ટેસ્ટ કરવામાં આવી રહૃાો છે. એક પરિવારમાં કોઈ એક પોઝિટિવ આવે તો પુરા પરિવારને ઘરે રાખવામાં આવે છે. તેમના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં ઘણા લોકો પોઝિટિવ આવી રહૃાા છે. તો તેના કારણે પોઝિટિવિટી રેટ વધી રહૃાો છે. ગ્રુપમાં વધારે પડતા લોકો પોઝિટિવ આવી રહૃાા છે.