દિલ્હીમાં બેઠેલા કેટલાક લોકો મને લોકશાહીના પાઠ ભણાવે છે: મોદી

  • વડાપ્રધાન મો દીએ જમ્મુ કાશ્મીરમાં લોંચ કરી આયુષ્યમાન ભારત યોજના
  • જમ્મૂ-કાશ્મીરની સ્થાનિક ચૂંટણીથી દેશની લોકશાહીના મૂળ વધુ મજબૂત થયા, કાશ્મીરની સ્વાસ્થ્ય યોજનાનો લાભ કોલકાતામાં લેવો મુશ્કેલ, અમુક લોકોની આદત હોય છે, શું કરીએ

 

વડાપ્રધાન નરેન્દ્ર મો દીએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને મોટી ભેટ આપતા આયુષ્માન ભારત ‘પીએમ-જય સેહત યોજના લોન્ચ કરી. આ દરમિયાન તેમણે યોજનાના બે લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી. તેની સાથે જ પીએમ મો દીએ ડીડીસી ચૂંટણીનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહૃાું કે કેટલાક લોકો દિલ્હીમાં નિંદા કરે રાખે છે. જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકશાહી માટે મત આપ્યો.

ડીડીસી ચૂંટણી પર પીએમ મો દીએ કહૃાું હતું કે હું લોકશાહીને મજબૂત કરવા માટે જમ્મુ-કાશ્મીરના લોકોને પણ અભિનંદન આપું છું. ડીડીસીની ચૂંટણીએ એક નવો અધ્યાય લખ્યો છે. તેમણે વધુમાં કહૃાું કે જમ્મુ-કાશ્મીરના દરેક મતદાતાના ચહેરા પર મને વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે એક આશા દેખાઇ, ઉમંગ દેખાયો. જમ્મુ-કાશ્મીરના દરેક મતદાતાની આંખોમાં મેં અતીતને પાછળ છોડતા શ્રેષ્ઠ ભવિષ્યનો વિશ્ર્વાસ જોયો.

પીએમ મો દીએ કહૃાું કે કેટલાક લોકો આજ-કાલ દિલ્હીમાં મો દીની નિંદા કરતાં રહે છે, તેઓ મો દીને લોકતંત્રનો પાઠ ભણાવવામાં રોકાયેલા છે. જમ્મુ-કાશ્મીરની જનતાએ આ ચૂંટણીઓમાં લોકશાહીના મૂળોને મજબૂત બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના વહીવટ અને સુરક્ષા દળોએ જે રીતે ચૂંટણી યોજી હતી અને આ ચૂંટણીઓ તમામ પક્ષો વતી ખૂબ જ પારદર્શી રહી.

કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતાં પીએમ મો દીએ કહૃાું હતું કે કેટલાક રાજકીય પક્ષોની કથની અને કરનીમાં મોટો તફાવત છે. તેઓ લોકશાહી પ્રત્યે કેટલા ગંભીર છે તેનાથી જ સ્પષ્ટ થાય છે. કેટલાં વર્ષો થયા, પુડુચેરીમાં પંચાયતની ચૂંટણીઓ થવા દેવામાં આવતી નથી.

પીએમ મો દીએ કહૃાું કે તમને આશ્ર્ચર્ય થશે કે સુપ્રીમ કોર્ટે આ આદેશ ૨૦૧૮ માં આપ્યો હતો. પરંતુ ત્યાં જે સરકાર છે તે સતત આ બાબતને ટાળી રહી છે. પુડુચેરીમાં દાયકાઓની રાહ જોયા બાદ ૨૦૦૬માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીઓમાં ચૂંટાયેલા લોકોનો કાર્યકાળ વર્ષ ૨૦૧૧ માં જ સમાપ્ત થઇ ચૂકયો છે.

આયુષ્માન ભારતનું લોકાર્પણ કરતાં પીએમ મો દીએ કહૃાું કે આ યોજનાનો બીજો ફાયદો એ થશે કે જેનો વારંવાર ઉલ્લેખ કરવો જરૂર છે. તમારી સારવાર ફક્ત જમ્મુ-કાશ્મીરની સરકારી અને ખાનગી હોસ્પિટલો સુધી મર્યાદિૃત રહેશે નહીં. પરંતુ દેશમાં હજારો હોસ્પિટલો આ યોજના હેઠળ જોડાયેલ છે ત્યાં પણ તમને આ સુવિધા મળશે.

પીએમ મો દીએ કહૃાું કે છેલ્લા બે વર્ષમાં દોઢ કરોડથી વધુ ગરીબોએ આયુષ્માન ભારત યોજનાનો લાભ લીધો છે. આનાથી મુશ્કેલ સમયમાં જમ્મુ-કાશ્મીરના લોકોને ઘણી રાહત મળી છે. અહીં લગભગ ૧ લાખ ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવી છે.

પીએમ મો દીએ યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાત કરી. જમ્મુના રમેશ લાલ એ કહૃાું કે મારા પરિવારના તમામ ૫ સભ્યોનું આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ છે. આ યોજના માટે અમે બધા પીએમ મો દીના આભારી છીએ. જો મારી પાસે આ કાર્ડ ના હોત તો કેન્સરની સારવાર કરાવવી ખૂબ જ મુશ્કેલ હોત. રમેશ કેન્સરના દર્દી છે. પીએમ મો દીએ કહૃાું આયુષ્માન ભારતે તમારું જીવન આયુષ્માન બનાવી  દીધું છે. હું તમને અપીલ કરું છું કે આ યોજના અને તેના ફાયદૃાઓ વિશે અન્ય લોકોને પણ તમે કહો.