દિલ્હી-ઉત્તરપ્રદૃેશ, સહિત ભારતમાં ઠંડી વધશે તેવી હવામાન વિભાગની ચેતવણી

શીતલહેર આવશે પાછી!.. હવામાન વિભાગે આપી ચેતવણી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર કોલ્ડવેવ જોવા મળશે : હવામાન વિભાગ

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર કોલ્ડવેવ જોવા મળશે. હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે રાજધાની સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તીવ્ર શીતલહેરનો પ્રકોપ બુધવાર સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં આજે અને આવતીકાલે તાપમાનનો પારો ૩ ડિગ્રી સેલ્સિયસ રહેશે. ૧૮ જાન્યુઆરીના રોજ, તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જેના પગલે દિલ્હીવાસીઓને ઠંડા મોજાની સ્થિતિમાંથી રાહત મળશે નહિ. ભારતીય રેલવેએ સોમવારે માહિતી આપી હતી કે ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં ૧૩ ટ્રેનો મોડી ચાલી રહી છે. દરમિયાન, ઉત્તર ભારત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ૧૭ જાન્યુઆરી સુધી અને તે પછી ૧૮ જાન્યુઆરી સુધી ઠંડા મોજાથી ગંભીર શીત લહેર સ્થિતિની સંભાવના છે. કડકડતી ઠંડીને જોતા ઉત્તર પ્રદૃેશના ગોરખપુર જિલ્લા પ્રશાસને ૧૭ જાન્યુઆરી સુધી શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મેરઠમાં, જિલ્લા વહીવટીતંત્રે માત્ર ધોરણ ૮ સુધી સમાન આદૃેશ પસાર કર્યો છે. તે જ સમયે, કેન્દ્રશાસિત પ્રદૃેશ ચંદીગઢે પણ આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિયાળુ વેકેશન લંબાવ્યું છે. IMD એ આગામી પાંચ દિવસ સુધી દૃેશના ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં ગાઢ ધુમ્મસ અને ઓછી શ્યતાની આગાહી કરી છે. હવામાન વિભાગે શનિવારે આગામી પાંચ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદૃેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. IMD અનુસાર, ઉત્તરપશ્ર્ચિમ ભારતના મેદૃાની વિસ્તારોમાં હિમાલય તરફથી આવતા પવનોને કારણે, આગામી બે દિવસમાં ઉત્તર પશ્ર્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે.