દિલ્હી ખાતે લીડરશીપ ડેવલપમેન્ટ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ભાવનાબેન ગોંડલીયા

  • સહકારી આગેવાન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શનથી રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ કરવાની તક મળી

અમરેલી,
તાજેતરમાં કોરોનાની મહામારી વચ્ચે હર્નૈહી વર્ચ્યુઅલ મીટીંગ દ્વારા કાર્યક્રમો તેમજ મીટીંગ કરવામાં આવી રહી છે રાષ્ટ્રીય સહકારી સંઘ હબેૈ દ્વારા સમગ્ર દેશની સહકારી સંસ્થાની હોદ્દેદાર મહિલાઓ માટે તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 50 મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં મહારાષ્ટ્ર કર્ણાટક આસામ કેરાલા ગુજરાત ઉત્તર પ્રદેશ માંથી મહિલાઓ સામેલ થઈ હતી જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા મહિલા સહકારી આગેવાન ભાવનાબેન ગોંડલીયા એ ત્રણ દિવસ સહકારી ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન વિવિધ કાયદાઓ તેમજ સહકારી સંસ્થાના રજીસ્ટ્રેશન થી લઈ કાર્યપદ્ધતિની માહિતી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનાબેન ગોંડલીયા એન સી યુ આઈ માં મહિલા રિંગમાં ડાયરેક્ટરની જવાબદારી નિભાવે છે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના વિવિધ જગ્યાઓએ માહિતી આપી હતી .
જેમાં ગુજરાતમાંથી એક માત્ર મહિલા ભાવના ગોંડલીયા દ્વારા સચોટ અને ઉપયોગી માહિતી આપવામાં આવતા તમામ પાર્ટીસિપેટ તેમજ આયોજકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.ભાવનાબેન ગોંડલીયા નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે દેશના સહકારી નેતા અને આગેવાન દિલીપભાઈ સંઘાણી તેમજ ડો. ચંદ્ર પાલ યાદવ ના માર્ગદર્શન તેમજ આશીર્વાદથી આ ક્ષેત્રમાં કામ કરવાની તક મળી છે 2016 ના તાલીમાર્થી તરીકે જવાનું અવસર મળ્યો હતો અને ત્યારબાદ 2017 થી દેશની સૌથી મોટી સહકારી સંસ્થામાં જવાબદારી મળતા કામ કરવાની તક મળી છે આજે એ જ સંસ્થામાં લેક્ચર લેવાની તક મળતા આનંદની લાગણી અનુભવું છું. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સહકારી ક્ષેત્રે મહિલાઓ વધુમાં વધુ આગળ વધે સ્વનિર્ભર બને એવી કામગીરી હાથ ધરવામાં આવશે.આ સંસ્થા દેશમાં સહકારી પ્રવૃત્તિના પ્રચાર-પ્રસાર માટે કામગીરી કરે છે સહકારી સંસ્થાની કમિટી સ્ટાફ તેમજ જોડાયેલા સભાસદોને યોગ્ય તાલીમ આપી સહકારી સંસ્થાના માધ્યમથી સેવા કરવાનો ઉદ્દેશ્ય સમજાવવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી 200થી વધારે મહિલાઓ એ હા તાલીમનો લાભ મેળવ્યો છે તેનો મને આનંદ છે.