દિલ્હી ઝડપથી કોરોના કેપિટલ બની રહૃાું છે, આપ સરકારના તમામ દાવો નિષ્ફળ: હાઇકોર્ટ

રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી થઇ રહૃાો છે. જેના કારણે દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકારને ઉધડી લઇ લીધી છે. હાઇકોર્ટે કહૃાું કે મહામારી સરકાર ઉપર પુરી રીતે હાવી થઇ ગઇ છે અને દિલ્હી ઝડપથી કોરોના કેપિટલ બની રહૃાું છે. હાઇકોર્ટે કહૃાું કે દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા નિષ્ફળ થઇ રહૃાા છે.
જસ્ટિસ હીમા કોહલી અને એસ. પ્રસાદની બેંચે નગર નિગમના સેવાનિવૃત કર્મચારી કલ્યાણ સમિતિ અને બીજા લોકો તરફથી દાખલ કરવામાં આવેલી યાચિકા ઉપર સુનવણી દરમિયાન આ વાત કહી છે. હાઇકોર્ટે કહૃાું કે જે ઝડપથી દિલ્હીમાં કોરોનાનો ફેલાવો થઇ રહૃાો છે, તેને જોતા દિલ્હી ઝડપથી કોરોનાની રાજધાની બની જશે. દિલ્હી સરકાર દ્વારા કોરાનાને લઇને અનેક દાવાઓ કરવામાં આવ્યા છે. તો કહે છે કે તેઓ કોરોનાના સૌથી વધારે ટેસ્ટ કરી રહૃાા છે. આમ છતા કોરોના કેસમાં ઝડપથી વધારો થઇ રહૃાો છે. હાઇકોર્ટે કહૃાું કે સરકારને ઘણા સવાલોના જવાબ આપવા પડશે.
ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના એક દિવસમા સૌથી વધારે ૬૮૪૨ કેસ સામે આવ્યા છે. જેની સાથે જ કોરોના કેસનો કુલ આંક ૪.૦૯ લાખ પર પહોંચ્યો છે. દિલ્હીમાં પહેલીવાર કોરોનાના સૌથી વધારે ૬૮૦૦થી વધારે કેસ સામે આવ્યા છે. આ પહેલા મંગળવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના ૬૭૨૫ કેસ સામે આવ્યા હતા.