દિલ્હી બાદ મુંબઈમાં પણ કોરોનાની અસર ધીમી પડી

દિલ્હી બાદ હવે મુંબઈમાં પણ કોરોના વાયરસ ઓછો ઘાતક હોવાની હકારાત્મક વિગતો બહાર આવી રહી છે. સીરો સર્વેના અનુસાર, મુંબઈના સ્લમ એરિયામાં રહેતા ૫૭ ટકા લોકોના શરીરમાં એન્ટીબોડી વિકસિત થઈ ગયા છે. એટલે હવે આ ૫૭ ટકા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ તેમને તેની ખબર જ પડી નથી. કોરોના સંકટનો સામનો કરી રહેલા લોકો માટે આ સારા સમાચાર છે. આ પહેલાં દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો દૃેખીને હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવાની વાત કહેવાઈ હતી. જોકે, તેની તપાસ માટે ત્યાં ફરીથી સીરો સર્વે કરાશે.મુંબઈમાં થયેલા સીરો સર્વેમાં કહેવાયું છે કે મહાનગરપાલિકાના વોર્ડના સ્લમ એરિયામાં રહેતા ૫૭ ટકા વસ્તી અને ઝૂંપડપટ્ટી વિસ્તારોથી બહાર રહેતી ૧૬ ટકા લોકોના શરીરમાં એન્ટીબોડી વિકસિત થઈ છે. તેનાથી સંકેત મળી રહૃાા છે કે કોરોના વાયરસના સત્તાવાર આંકડાથી કેટલાક વધુ લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. મુંબઈમાં જુલાઈ મહિનાના પહેલા ૧૫ દિવસોમાં ત્રણ વોર્ડ આર નોર્થ, એમ-વેસ્ટ, એફ-નોર્થની ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને ઝુંપડપટ્ટીથી બહાર રહેતા ૬૯૩૬ સેમ્પલ લેવામાં આવ્યા. એમાંથી ખબર પડી કે શહેરમાં વગર લક્ષણવાળા ચેપથી પીડિત લોકોની સંખ્યા ખૂબ વધારે છે. બીએમસીએ જણાવ્યું કે સ્ટડીમાં ખુલાસો થયો છે કે સ્લમમાં રહેતી ૫૭ ટકા વસ્તી અને ઝુપડપટ્ટી સિવાયના ક્ષેત્રની ૧૬ ટકા વસ્તીના શરીરમાં એન્ટીબોડિઝ વિકસિત થયા છે.
મુંબઈ મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં કહેવાયું છે કે, આ પરિણામ હર્ડ ઈમ્યુનિટી અંગે અને વધુ જાણકારી હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મહાનગર પાલિકાએ કહૃાું કે આ સંબંધમાં બીજો સર્વે કરાશે.જે વાયરસના પ્રસાર અને હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ કે તેના સંદર્ભે તપાસ કરશે. આ સીરો સર્વે નીતિ આયોગ, બીએસમી અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચે સંયુક્ત રીતે કર્યો છે. મુંબઈમાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, એમાં લક્ષણ વગરના કેસો ખૂબ વધુ છે. મુંબઈ મહાનગરપાલિકાએ કહૃાું છે કે સીરો સર્વેમાં ખબર પડી છે કે સંક્રમણથી થતી મૃત્યુદર ખૂબ ઓછી છે અને ૦.૫ થી ૧૦ ટકાની રેન્જમાં છે. હર્ડ ઈમ્યુનિટી એક પ્રક્રિયા છે. એમાં લોકોમાં રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જાય છે. પછી એ વાયરસના સંપર્કમાં આવવાથી કે પછી વેક્સીનથી.જો કુલ વસ્તીના ૭૫ ટકા લોકોમાં આ રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત થઈ જાય છે તો હર્ડ ઈમ્યુનિટી માનવામાં આવે છે. જો ચારમાંથી ત્રણ લોકોને ચેપગ્રસ્ત વ્યક્તિથી મળશે તો તેમને આ બિમારી થશે નહીં અને ચેપ ફેલાશે નહીં. નિષ્ણાતો માને છે કે કોવિડ-૧૯ના કેસમાં હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવા માટે ૬૦ ટકામાં રોગ પ્રતિકારક શક્તિ હોવી જોઈએ.