દિલ્હી હાઈકોર્ટેએ બુધવારે ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આદેશ આપ્યો છે કે તે અનિલ અંબાણીની કંપનીઓ- રિલાયન્સ ટેલિકોમ, આરકોમ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલના બેંક એકાઉન્ટ યથાસ્થિતિ બનાવી રાખે જેને બેંકોએ છેતરપિંડીવાળા એકાઉન્ટ તરીકે જાહેર કર્યા છે. હાઈકોર્ટે આ ત્રણેય કંનપીઓના તત્કાલીન નિર્દૃેશકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતાં આ આદેશ કર્યો છે.
જસ્ટિસ પ્રતિક જાલાને ભારતીય સ્ટેટ બેંકને આ આદેશ જાહેર કર્યો છે. આ કંપનીઓના નિર્દૃેશકો તરફથી દાખલ અરજીમાં બેંકો દ્વારા કોઈ ખાતાને છેતરપિંડીવાળું ઘોષિત કરવાના સંબંધમાં ભારતીય રિઝર્વ બેંકના ૨૦૧૬ના સર્ક્યુલરને પડકારવામાં આવ્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈ દ્વારા આ સર્ક્યુલરમાં બેંકોના ખાતાધારકને કોઈ પૂર્વ સૂચના કે જાણકારી આપ્યા વગર ખાતાને છેતરપિંડી તરીકે જાહેર કરવાની મંજૂરી આપી છે, જે ન્યાયના સિદ્ધાંતોની સામે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સર્ક્યુલરની સામે ૨૦૧૯ બાદ આવી જ અનેક અરજીઓ કરવામાં આવી છે અને આ મામલાઓમાં અરજીકર્તાઓને હાઈકોર્ટે રાહત પણ આપી છે.
જે બાદ હાઈકોર્ટે એસબીઆઈને આદેશ કર્યો કે તે ૩ કંપનીઓના ખાતાના સંબંધમાં આગામી સુનાવણી સુધી યથાસ્થિતિ બનાવી રાખે. આ મામલામા ભારતીય રિઝર્વ બેંક તેમજ અન્ય તમામ સંબંધિત પક્ષોને ૧૧ જાન્યુઆરીએ જવાબ આપવા માટે કહેવાયું છે. આ મામલાની સુનાવણી હવે ૧૩ જાન્યુઆરીએ થશે.