દિલ ધડકને દો ફિલ્મમાં પ્રિયંકા ચોપરાનો પિતા બનવા તૈયાર નહોતો અનિલ કપૂર

’દિલ ધડકને દો’માં અનિલ કપૂરે પ્રિયંકા ચોપરાના પિતાનો રોલ પ્લે કર્યો હતો. તેમણે હવે ખુલાસો કર્યો છે કે, શરુઆતમાં તેઓ રોલ માટે ખચકાટ અનુભવી રહૃાા હતા.

ઝોયા અખ્તરની ફિલ્મ ’દિલ ધડકને દો’માં કમલ મહેરાના કેરેક્ટરમાં જોવા મળેલા અનિલ કપૂરને પ્રેક્ષકો તેમજ ક્રિટિક્સ તરફથી પોઝિટિવ રિવ્યૂ મળ્યા હતા. જો કે, હાલમાં તેમણે ખુલાસો કર્યો છે કે, શરુઆતમાં તેઓ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાના પિતાનો રોલ પ્લે કરવામાં ખચકાટ અનુભવી રહૃાા હતા.

એક વાતચીત કરતાં અનિલ કપૂરે કહૃાું કે, તેઓ કરિયરની શરુઆતથી ઘણા હિંમતવાળા રહૃાા છે અને ’લમ્હે’માં પણ તેમણે એક ઉંમરવાળી વ્યક્તિનો રોલ પ્લે કર્યો હતો. પરંતુ પ્રિયંકા ચોપરાના પિતાનો રોલ નિભાવવો થોડું અજીબ હતું, કારણ કે પહેલા તેઓ બંને એક ફિલ્મમાં રોમાન્ટિક કપલ તરીકે કામ કરવાના હતા. એક્ટરે કહૃાું કે, ’પ્રિયંકા ચોપરાના પિતા યાર. અમે એક ફિલ્મમાં સાથે કામ કરવાના હતા જેમાં મારા તેની સાથે રોમાન્ટિક રિલેશનશિપ હતા. મને લાગ્યું કે, રણવીર સિંહ તો ન્યૂકમર છે યાર’. આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ઉંમરમાં અનિલ કપૂરથી ૨૬ વર્ષ નાની છે. પ્રિયંકા ૩૮ વર્ષની છે તો અનિલ કપૂર ૬૪ વર્ષના છે.

આ અંગે વધુ વાત કરતાં અનિલ કપૂરે કહૃાું કે, તેમના દીકરા હર્ષવર્ધને તેમને આ રોલ લઈ લેવા માટે સમજાવ્યા હતા. હર્ષે તેમને કહૃાું હતું કે, તેઓ વાસ્તવમાં પ્રિયંકા ચોપરાના પિતા નથી. તેમણે માત્ર રોલ જ કરવાનો છે.