દિલ બેચારાનું ટાઇટલ ટ્રેક રિલીઝ થતા સોનુ સૂદૃે સુશાંતને કર્યો યાદ

  • લખ્યું કે તે સ્વર્ગમાંથી આ બધું જોઈ રહૃાો છે
  • આ ગીતને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યુ છે : ફરાહ ખાને ગીતને તેના સોશીયલ મીડિયા પર પણ શેર કર્યું હતું

સુશાંતસિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ’દિલ બેચારા ના ટાઇટલ ટ્રેકની સૌ કોઈ પ્રશંસા કરી રહૃાા છે. તેમજ સુશાંતને સૌ મિસ પણ કરી રહૃાા છે. આ ગીતને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યુ છે. ફરાહે ગીતને તેના સોશીયલ મીડિયા પર પણ શેર કર્યું હતું.
તેણે કેપશનમાં સુશાંત સાથે કામ કરવાના અનુભવ વિશે અનેક વાતો શેર કરી હતી. જેના પર સોનુ સૂદૃે કમેન્ટ કરતા લખ્યું હતું કે તે સ્વર્ગમાંથી આપણને જોઈ રહૃાો છે, ફરાહ. તું જ્યાં પણ હોય તને અભિનંદન સુશાંત. આ દૃુનિયા તને હંમેશા યાદ રાખશે. આ ગીતના શબ્દૃો અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે. મુકેશ છાબડાના નિર્દૃેશનમાં બનેલી આ ફિલ્મ ૨૦૧૪ માં આવેલી હોલિવૂડ ફિલ્મ ’ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સની રિમેક છે.