દિવમાં રાષ્ટ્રપતિની સાથે અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી ડો.કાનાબાર પણ જોડાયાં

  • રાષ્ટ્રપતી સાથે ડીનર માટે ખાસ નિમંત્રણ અપાયું : દિવ પ્રશાસક પ્રફુલભાઇ પટેલની ઉપસ્થિતિ

અમરેલી,
દેશનાં પ્રથમ નાગરિક, મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી સંઘ પ્રદેશ દીવની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમની સાથે રાત્રિ ભોજન સંભારંભમાં સંઘ પ્રદેશ દીવનાં પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ દ્વારા ગણમાન્ય અતિથિઓ સાથે અમરેલીના આભુષણસમા સેવાભાવી તબીબ, વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવતાં ડો. ભરત કાનાબારને સાદર નિમંત્રણ આપવામાં આવેલ છે.આ સન્માનનાં નિર્વિવાદ પાત્ર એવાં પ્રદેશ ભાજપ અગ્રણી ડો. કાનાબાર, આ ભવ્ય સમારંભમાં પોતાની ઉપસ્થિતિ અને વ્યક્તિત્વથી અમરેલી જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.