દિવસમાં બે વખત વરાળથી નાસ લેવાની સાથે કોરોના સામે સુરક્ષા કવચ તરીકે પુરવાર થયેલ સુંઠનો ઉપયોગ પણ કરીએ : ડો. ભરત કાનાબાર

અમરેલી, ઓગસ્ટથી ર1 દિવસ સુધી અમરેલી જીલ્લાના તમામ લોકો સામૂહિક રીતે દિવસમાં બે વખત વરાળનો નાસ લે તેવી મારી અપીલને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. સેંકડો લોકોએ પોતાના પિરવારના તમામ સદસ્યો સાથે આ પ્રયોગનો પ્રારંભ કરી દીધો છે. સંખ્યાબંધ લોકો તેમના ફોટા અને વીડીયો શેર કરી રહયા છે. આ અભિયાન માટે 1 ઓગસ્ટનો સમય નકકી કરવાનું કારણ એ હતું કે ત્યાં સુધીમાં બધા સુધી આ ઉપાયનો પ્રચાર થઈ શકે. હજુ પણ તમારી આજુબાજુ રહેતાં લોકો, તમારાં સગાં-સ્નેહીઓએ આ પ્રયોગનો પ્રારંભ ન ર્ક્યો હોય તો તેમને આ માહિતી પહોંચાડી આમાં જોડવાનો પ્રયત્ન કરશો.મને અમરેલી જીલ્લાની આયુર્વેદ હોસ્પીટલના સુપ્રીટેન્ડન્ટ ડો. ભાવેશભાઈ મહેતાએ તેમના ગુરૂ અને જામનગરની આયુર્વેદ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ડો. હિતેષ જાનીએ આ સુંઠના ઉપયોગથી કોરોનાના સંક્રમણને નાથવા જે સફળ પ્રયોગો ર્ક્યા તેના વિષે વાત કરી એટલું જ નહિં પણ ડો. જાની  સાથે મને ટેલીફોનથી વાત કરાવી. ડો. હિતેષભાઈએ મને વરાળના આ પ્રયોગ સાથે સાથે લોકોમાં સુંઠના ઉપયોગનો પ્રચાર કરવા કહયું. કચ્છના માધાપરમાં શરૂઆતના તબકકામાં ત્રણ પોઝીટીવ કેસ આવ્યા અને એક દર્દીનું મૃત્યું થયું. દોઢ લાખની વસ્તી ધરાવતાં આ વિસ્તારમાં લોકોમાં ખુબ ફફડાટ વ્યાપી ગયો. ડો. જાની સાહેબના સૂચન પ્રમાણે ક્વોરેન્ટાઈનમાં રાખેલ 1પ00 વ્યક્તિમાં અને ત્યારબાદ સમગ્ર વિસ્તારના ચકક ના સ્વયં સેવકો દ્ઘારા લોકોમાં સુંઠના પ્રયોગનો પ્રચાર કરવામાં આવ્યો.

આ પ્રયોગના પિરણામે માધાપરમાં આ સંક્રમણ કાબૂમાં  આવી ગયું. રાજકોટના જીલ્લા કલેકટરશ્રીને માધાપુરમાં થયેલ સુંઠના આ સફળ પ્રયોગની જાણ થતાં તેમણે ડો. હિતેષભાઈનો  સંપર્ક કરી રાજકોટમાં હોટ ઝોન બની ગયેલ જંગલેશ્ર્વર વિસ્તારમાં આ પ્રયોગ કરવા વિનંતી કરી. એ સમયે જંગલેશ્ર્વર વિસ્તારમાં પ0 થી વધારે પોઝીટીવ કેસો હતા. સમગ્ર વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરીયા તરીકે જાહેર કરેલ એટલે બહારથી અંદર જવાની મનાઈ હતી. ડો. જાની સાહેબે  એજ વિસ્તારમાં આવેલ 16 શેરીમાંથી બે-બે યુવાનોને સીલેકટ કરી તે જ વિસ્તારમાં લોકોમાં સુંઠનો પ્રયોગ કરાવ્યો, જેના લીધે જંગલેશ્ર્વર વિસ્તારમાં કોરોનાને અંકુશમાં લેવામાં ખુબ મોટી સફળતા મળી છે.સુંઠનો આ પ્રયોગ ખુબજ સરળ અને હાથવગો છે. જમ્યા પછી દિવસમાં બે વાર લગભગ 1 ગ્રામ જેટલી સુંઠ જીભ પર રાખવાની હોય છે. સુંઠનો પાવડર જીભ પર માત્ર પ-7 મિનિટ રાખવાથી તે લાળ સાથે ભળી સમગ્ર મુખ અને કંઠ સુધી ફેલાયેલ લસીકા વાહિની દ્ઘારા તેના પ્રભાવથી આખું ગળું શુધ્ધ કરી નાખે છે.

આ પ્રયોગ સવાર-સાંજ બે વખત જમ્યા પછી કરવો જોઈએ. એજ રીતે દિવસમાં 1 વાર મગના દાણા જેટલો સુંઠનો પાવડર સુંઘવાથી પણ સુંઠના ઉષ્ણ અને તિક્ષ્ણ એવા બે વિશિષ્ઠ ગુણના લીધે નાકના મેમ્બ્રેન દ્ઘારા તેનું શોષણ થઈ ચોટેલા કફને પીગળાવી બહાર કાઢે છે અને વાયરસના ઈન્ફેકશનને અંદર પ્રવેશતા અટકાવે છે.અત્યારે હાલ તબીબી, વિજ્ઞાન પાસે એવી કોઈ દવા નથી જે પ્રવેશી ગયેલ વાયરસને બહાર કાઢી શકે. જે કોઈ એન્ટી વાયરલ દવાઓ છે તે આ વાયરસની વૃધ્ધિ અટકાવવા અને તેનાથી શરીરમાં થતાં ડેમેજને અટકાવવા માટેની છે. સુંઠ અને પાણીની વરાળના નાસના બેવડા પ્રયોગથી વાયરસને નાથવામાં સફળતા મળવાના ચાન્સ છે.માધાપુર (કચ્છ) અને રાજકોટના જંગલેશ્ર્વરના સફળ પ્રયોગ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ઘારા અમદાવાદના પશ્ર્ચિમ વિસ્તારના 13પ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે. પ00 જેટલા સ્વયંસેવકો દ્ઘારા સુંઠના 7પ000 પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત એરપોર્ટ પર ફરજ બજાવતાં, હકા ની વિનંતીથી ડો. જાની સાહેબે વડોદરા, રાજકોટ, ભુજ, અમદાવાદ એરપોર્ટ પર સીક્યોરીટી તરીકે કામ કરતાં હકા ના જવાનોમાં આ પ્રયોગ શરૂ ર્ક્યો છે. મુંબઈ મ્યુ. કોર્પોરેશન દ્ઘારા તેમજ કલ્યાણ, થાણા તથા આસામ સુધી સુંઠના આ પ્રયોગો ચાલી રહયા છે. રીલાયન્સ રીફાઈનરીના કર્મચારીઓને પણ આની સમજ અપાયેલ છે. આપણાં ૠષિમુનિઓએ જેને મહાઔષધ ગણેલ છે તે સુંઠ કોરોનાના વાયરસના સંક્રમણને અટકાવવામાં ચમત્કાિરક પિરણામો લાવી શકે છે. આપણી પાસે હાલ કોઈ વેક્સીન કે સચોટ દવા ઉપલબ્ધ નથી ત્યારે આયુર્વેદમાં સૂચવેલ આ બે સાદા ઉપાયો – પાણીની વરાળના બે વખત નાસ લેવા અને બે વખત સુંઠનું સેવન કરવું – જેનાથી આપણે ઘણાં સુરક્ષિત રહીશું. આ એક મહામારી છે અને મહામારી સામેની લડાઈમાં બધાં જ લોકો એક સાથે પ્રયાસ કરે તો જ સફળ થઈ શકાય. લોકડાઉના પ7 દિવસો સુધી 1 પણ કેસ ન ધરાવતાં અમરેલીમાં રોજ ર0-30 કેસો પોઝીટીવ આવી રહયા છે. જેટલાં પોઝીટીવ કેસો છે તેના કરતાં ઓછામાં ઓછા 8-10 ગણાં લોકો આ વાયરસથી સંક્રમિત હોવાની શક્યતા છે. આપણા જીલ્લામાં કમનસીબે મૃત્યુદર પણ ખુબ ઉંચો છે.

અમરેલી જીલ્લાના લોકો આવતાં ર1 દિવસ આ પ્રયોગ સામૂહિક રીતે કરે તેવી નમ્ર વિનંતી છે. ચાલો આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ. સુંઠના પ્રયોગ વિષે ડો. હિતેષભાઈ જાનીની અંગ્રેજી અને હિન્દીમાં વીડીયો કલીપ વોટસએપ દ્ઘારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહયો છું. તમને આ કલીપ મેસેજ દ્ઘારા મળે તો તમારાં બીજા ગ્રુપમાં મુક્વા વિનંતી.