રાજુલા, અમરેલીમાં આવેલ જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ સીંટેક્ષ કંપની ફરી વિવાદમા આવી છે અહીં કંપની સામે કોન્ટ્રાક્ટરો માંડવો નાખી આંદોલનમાં ઉતરી ગયા છે આ 16 જેટલા કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા બાકી છે ત્યારે કંપની દ્વારા હકારાત્મક નિર્ણય નહિ આપતા રોષનો માહોલ વધી રહ્યો છે વર્ષો પહેલા સીંટેક્ષ કંપની સ્થાનીક લોકોને રોજગારી આપવાનો દાવો કરી કંપનીની સ્થાપના કરાય હતી અત્યારે સ્થાનીક કોન્ટ્રાક્ટરોના રૂપિયા 32 કરોડના બિલ નહિ ચૂકવાતા કંપની સામે રોષ વધી રહ્યય છે અને સ્થાનિક લોકો સહિત કોન્ટ્રાક્ટરો આંદોલન શરૂ કર્યું છે જેના કારણે સીંટેક્ષ કંપની ફરી વિવાદમાં આવી છે અગાવ આ કોન્ટ્રાક્ટરો દ્વારા આંદોલન કર્યું હતું પરંતુ ખાત્રી આપ્યા બાદ આંદોલન સમેટાય ગયું હતું કોન્ટ્રાક્ટરોના આક્ષેપ પ્રમાણે કંપની કોઈ જવાબ નથી આપતી અને લોકોના નાણા ફસાય ગયા છે જ્યાં સુધી કરોડોના બિલ નહિ ચૂકવાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેવાનો સુર ઉઠી રહ્યો છે.