ચાંદીમાં શોર્ટ ટર્મ માટે ૨૦ ડોલર એટલે કે ૫૬૦૦૦ રૂપિયા પ્રતિ કિલો પર સપોર્ટ છે. જ્યારે ૨૪ ડોલર એટલે કે ૬૫૦૦૦ રૂપિયા પ્રતિ કિલો પર રેઝિસ્ટન્સ છે. રોકાણકારોને ૫૬૦૦૦ રૂપિયાની આસપાસ ૬૫૦૦૦ રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણની સલાહ છે. સોનાને ૪૫૦૦૦ રૂપિયા પ્રતિ એક ગ્રામ પર મજબૂત સપોર્ટ છે. આ ભાવ પર રોકાણકારોએ એન્ટ્રી કરવી જોઈએ. જ્યારે અપર સાઈડમાં દિવાળી સુધી સોનું ૪૬૫૦૦ રૂપિયાથી ૪૭૦૦૦ રૂપિયા સુધીની રેન્જમાં જોવા મળી શકે છે. જો કે રોકાણનો દ્રષ્ટિકોણ ૩થી ૬ મહિનાનો છે. તો સોનામાં ૪૫૦૦૦ રૂપિયાના ભાવ પર ખરીદી કરાય અને આગળ ૪૭૦૦૦ રૂપિયાથી ૪૮૦૦૦ રૂપિયાનો ટાર્ગેટ રાખો. ચાંદૃીમાં ૫૪૦૦૦ (એક કિલો) રૂપિયાનો સપોર્ટ છે. જોકે ૩થી ૬ મહિનામાં તે પાછી ૬૫૦૦૦ રૂપિયાના ભાવે જોવા મળી શકે છે. સુરક્ષિત ગણાતા એસેટ ક્લાસ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોનું સ્ઝ્રઠ પર તૂટીને ૪૬,૦૦૦ રૂપિયે પ્રતિ ૧૦ ગ્રામની નીચે જતું રહૃાું છે. જ્યારે ચાંદીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. તે સ્ઝ્રઠ પર ગઈ કાલના ૨૧૧૪ રૂપિયા નબળી થઈને ૫૮૩૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઈ. તહેવારોની સીઝન પહેલા સોના અને ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાને તજજ્ઞો રોકાણ માટેનો યોગ્ય સમય ગણાવી રહૃાા છે. તેમનું કહેવું છે કે હાલના સમયમાં સોના અને ચાંદી બંને પર કેટલાક કારણોસર દૃબાણ સર્જાયેલું છે. જેમાં થોડો વધુ ઘટાડો થાય તો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ માટે એન્ટ્રી લઈ શકાય છે. દિવાળી સુધીમાં સોનું અને ચાંદી મજબૂત ડિમાન્ડમાં રહે છે, જેનો ફાયદૃો રોકાણકારોને મળી શકે છે. લાંબા ગાળાની વાત કરીએ તો તેના ફન્ડામેન્ટલમાં વધુ ફેરફાર થયો નથી. કેડિયા કમોડિટીના ડાઈરેક્ટર અજય કેડિયાનું કહેવું છે કે યુએસ ફેડએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેઓ આગળ બોન્ડ બોઈંગ્ર પ્રોગ્રામને ઓછો કરવા જઈ રહૃાા છે. ત્યારબાદ યુએસ ડોલરમાં સતત મજબૂતી જોવા મળી છે. જેની સોનાની ભાવ પર વધુ અસર પડી છે. બીજુ દૃુનિયાભરના બજારોમાં હાલની તેજીએ પણ રોકાણકારોને ઈક્વિટી તરફ વધુ આકર્ષિત કર્યા છે. ચીનમાં પ્રોપર્ટી માર્કેટના સંકટના કારણે ચાંદીના ભાવ પર અસર પડી છે. આગળની વાત કરીએ તો ચીનના એવરગ્રાન્ડ સંકટ પર બજારની નજર છે. જો કંપની આગળ ૩૦ દિવસની મોહલતમાં ઈન્ટરેસ્ટ પેમેન્ટ કરવામાં નિષ્ફલ જાય તો ગ્લોબલ માર્કેટમાં ઘટાડો વધશે અને સોના અને ચાંદી એકવાર ફરીથી મોંઘા થશે. ૈૈંંહ્લન્ સિક્યુરિટીઝના વીપી (રિચર્સ) અનુજ ગુપ્તાનું કહેવું છે કે ટેક્નિકલી જોઈએ તો શોર્ટ ટર્મ માટે સોનાના ૧૭૦૦ ડોલરથી ૧૬૮૦ ડોલર અને ડોમેસ્ટિક માર્કેટમાં ૪૫૦૦૦ રૂપિયાથી ૪૪૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર સપોર્ટ જોવા મળી રહૃાો છે. આ લેવલ તૂટે તો સોનામાં ઘટાડો વધી શકે છે. જ્યારે અપર સાઈડ પર સોનાને ૧૭૮૦ ડોલરથી ૧૮૦૦ ડોલર પર અને ઘરેલુ બજારમાં ૪૭૫૦૦ રૂપિયાથી ૪૮૦૦૦ રૂપિયાના ભાવ પર રેઝિસ્ટન્સ છે. રોકાણકારોએ ૪૫૦૦૦ રૂપિયાના ભાવ પર ખરીદી કરવી જોઈએ અને દીવાળી સુધીમાં ૪૭૦૦૦ રૂપિયાથી ૪૮૦૦૦ રૂપિયા સુધીનું લક્ષ્યાંક રાખે.