દિૃલ્હીમાં પેટ્રોલ ૭૯.૭૬ના સ્તરે તો ડિઝલ ૮૦.૦૨ની ઐતિહાસિક સપાટીએ

અબકી બાર ‘ડિઝલ ૮૦ને પાર: સતત ૧૯મા દિૃવસે ભાવ વધારો યથાવત્

(જી.એન.એસ.)ન્યુ દિૃલ્હી,
વૈશ્ર્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ઘટાડો હોવા છતાં ઘરેલુ બજારમાં ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહૃાો છે. છેલ્લા ૧૯ દિૃવસથી ડીઝલ અને પેટ્રોલના ભાવ વધી રહૃાા છે. ૧૯માં દિૃવસે ડીઝલમાં ૧૪ પૈસા જ્યારે પેટ્રોલમાં ૧૬ પૈસાનો વધારો ઝીંકાયો છે. જ્યારે છેલ્લા ૧૯ દિૃવસની વાત કરીએ તો ડીઝલની િંકમતમાં કુલ ૧૦.૬૨ રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલમાં ૮.૬૬ રૂપિયા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે.
ગુરુવારે એટલે કે આજે સરકારી તેલ કંપનીઓએ યુલની િંકમતોમાં વધારો કર્યો છે. દિૃલ્હીમાં પેટ્રોલના ભાવ ૧૬ પૈસા વધીને ૭૯.૭૬ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યા છે. જ્યારે ડીઝલમાં ૧૪ પૈસાનો વધારો થતા ભાવ ૮૦.૦૨ રૂપિયા પ્રતિ લિટરે બોલાઈ રહૃાાં છે. આ સાથે દૃેશના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલના ભાવ ૮૦ રૂપિયાને પાર પહોંચ્યા છે. દિૃલ્હી શું આખા દૃેશમાં આવું પહેલીવાર થયું છે કે ડીઝલના ભાવ ૮૦ને પાર પહોંચ્યા છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો પ્રમુખ શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં છેલ્લા ૧૯ દિૃવસમાં જંગી વધારો જોવા મળ્યો છે. તેલ કંપનીઓ દ્વારા યુલની િંકમત વધારતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઐતિહાસિક ટોચની સપાટીએ પહોંચ્યા છે. અમદૃાવાદૃની વાત કરીએ તો પ્રતિ લિટર પેટ્રોલ રૂ.૭૭.૪૦ અને ડીઝલ રૂ.૭૭.૩૩ બોલાઈ રહૃાાં છે. જ્યારે સુરતમાં પેટ્રોલ રૂ.૭૭.૩૨ અને ડીઝલ રૂ.૭૭.૨૭ પ્રતિ લિટરે બોલાઈ રહૃાા છે. આ સિવાય રાજકોટમાં પેટ્રોલ રૂ.૭૭.૨૧, ડીઝલ રૂ.૭૭.૧૬ પ્રતિ લિટર, વડોદૃરામાં પેટ્રોલ રૂ.૭૭.૦૭, ડીઝલ રૂ.૭૭.૦૧ પ્રતિ લિટર, જામનગરમાં પેટ્રોલ રૂ.૭૭.૩૬, ડીઝલ રૂ.૭૭.૨૪ પ્રતિ લિટર, જૂનાગઢમાં પેટ્રોલ રૂ.૭૮.૧૪, ડીઝલ રૂ.૭૮.૦૮ પ્રતિ લિટર અને ભાવનગરમાં પેટ્રોલ રૂ.૭૮.૭૦, ડીઝલ રૂ.૭૮.૬૪ પ્રતિ લિટર ભાવ બોલાઈ રહૃાા છે.