દીદીની ડેલીએ શુભેચ્છા મુલાકાતે સહકારી નેતા શ્રી દિલીપ સંઘાણ

  • સમગ્ર દેશ અને વિદેશના પ્રવાસમાં સૌથી સુંદર કામ દીદીની ડેલીએ જોવા મળ્યું : શ્રી દિલીપ સંઘાણી
    અમરેલી,તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિનના નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મધર ક્લબ ઓફ અમરેલી દ્વારા સંચાલિત દીદી ની ડેલી સમગ્ર ગુજરાતમાં લોકમુખે ચર્ચાઇ રહી છે .દેશના સર્વોચ્ચ સહકારી નેતા દિલીપભાઈ સંઘાણીએ દીદીને ડેલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી .તેઓએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર ના માધ્યમથી દેશ-વિદેશમાં અનેક સંસ્થાઓને મુલાકાત લેવાનો મોકો મળ્યો છે ત્યારે કામ અને એક બારીએ થાયએવી દીદી ની ડેલીએ જોવા મળી છે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની અનેક લોકહિતની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી સહાય આપવાનું કામ સરાહનીય છે. સંસ્થાના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા ને તેમજ સમગ્ર ટીમને આ તકે અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે સમગ્ર જિલ્લાની જનતાને સંસ્થાના માધ્યમથી તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.