દીદી ની ડેલીએથી વિજયભાઈ રૂપાણીના કાર્યક્રમમાં મહિલાઓને આમંત્રણ આપવા તડામાર તૈયારીઓ

  • અમરેલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અલકાબેન ગોંડલીયા, નીતાબેન ચત્રાલા, મીનાબેન ચૌહાણ સહિતની મહિલાઓએ ભારે જહેમત ઉઠાવી
  • ગીતાબેન સંઘાણી તેમજ ભાવનાબેન ગોંડલીયા માર્ગદર્શન તળે હજારો મહિલાઓ ઉમટી પડશે

અમરેલી,
ધારીવિધાનસભાની પેટાચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બગસરાની પાવન ધરતી પર આવી રહ્યા છે તેમના સ્વાગત અને સન્માન માટે મહિલાઓએ કમર કસી છે હજારોની સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે તેઓને આમંત્રિત કરવા માટે દીદી ની ડેલીયે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જનસંખ્યામાં વધારેમાં વધારે મહિલાઓ ઉપસ્થિત રહેશે તે અંગે આશા વ્યક્ત કરી છે. આ તકે ભાવનાબેન ગોંડલીયા જણાવ્યું હતું કે આજે અમરેલી આંગણે સંવેદનશીલ મુખ્યમંત્રી એમના હૈયે તમામ વર્ગનો હિત વસેલું છે એવા વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આવી રહ્યા છે ત્યારે તમને સત્કારવા મહિલાઓ જરા પણ મિત્ર હજારોની સંખ્યામાં સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી તમામ મહિલાઓ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીતાબેન સંઘાણી ,ભાવનાબેન ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ અલકાબેન ગોંડલીયા, મીનાબેન ચૌહાણ ,નીતાબેન છત્રોલા, અનસુયાબેન સેઠ , ટીનાબેન રાઠોડ સહિતની મહિલાઓ આ કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે કમર કસી છે.