Main Menu

દીપડાઓને લઇને શ્રી રૂપાણી સરકારનાં નિર્ણયને વધાવતા ડો. કાનાબાર

અમરેલી,અમરેલી જીલ્લામાં દીપડાની રંજાડ વધતા હવે દીપડાઓને રેડીયો કોલર નાખવા નિર્ણય ઉપરાંત દીપડાઓની વસ્તી નિયંત્રીત કરવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મંજુરી માંગી છે. આ મહત્વના નિર્ણયોને ભાજપ અગ્રણી ડો. ભરતભાઇ કાનાબારે આવકારી મુખ્યમંત્રીશ્રી રૂપાણી સહિતને અભિનંદન પાઠવ્યા છે અને પ્રશંસા કરી છે.અમરેલી જીલ્લામાં ખાસ કરીને ધારી બગસરા પંથકમાં વન્ય પ્રાણીઓની રંજાડ વધી છે. તાજેતરમાં દીપડાએ હાહાકાર મચાવેલો. અને તંત્રએ દોડધામ કરવી પડી હતી. અને હવે દીપડાઓને રેડીયો કોલર નાખવા લીધ્ોલા નિર્ણયને તેમજ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે દીપડાઓની વસ્તી નિયંત્રીત કરવા દીપડાઓની નશબંધી કરાવવા મંજુરી માંગી છે. આ મહત્વના મુદાઓને તેમજ નિર્ણયને અમરેલીના ભાજપ આગેવાન ડો. ભરતભાઇ કાનાબારે આવકારી મુખ્યમંત્રીશ્રી રૂપાણીને અભિનંદન પાઠવ્યા અને બિરદાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જીમ કોરબેટે અર્મોલામાં 400 લોકોને અને રૂદ્રપ્રયાગમાં 125 લોકોને ખાઇ જનાર દીપડાને ઠાર માર્યા હતા. સિંહો શાંત છે એટલે નહી માનવાનું કે તે માનવભક્ષી નહી થાય. 1000 જેટલા સિંહો અને 2000 દિપડા એ ખતરનાક પરિસ્થિતિનું એંધાણ છે. તેમ ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ છે.