દીપિકા પતિ રણવીરસિંહની સાથે સેલ્ફ ક્વારંટાઇનમાં છે

  • દીપિકા સોશિયલ મિડિયા પર સતત એક્ટિવ
  • દીપિકાએ ઈન્સ્ટાગ્રામમાં પોતાના ફેન્સથી વાત કરી હતી આ દરમિયાન ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા 

કોરોના કાળમાં હવે બોલિવુડ સેલેબ્રિટી પણ કોરોનાના ખતરાથી મુક્ત નથી રહૃાા હાલમાં જ બોલિવુડ શહેશાહ અમિતાભ બચ્ચન અને અભિષેકને કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા પછી બીજા પણ કેટલાક સેલેબ્સે તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવાની વાત કરી છે. ત્યારે પાછલા લાંબા સમયથી પોતાની પતિ રણવીરસિંહ સાથે સેલ્ફ ક્વારંટાઇનમાં રહેતી બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદૃુકોણે હાલ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેણે મંગળવાર રાત્રે ઈન્સ્ટાગ્રામમાં પોતાના ફેન્સથી વાત કરી હતી. અને આ દરમિયાન તેને ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા હતા. બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદૃુકોણે ઈન્સ્ટાગ્રામ પર Ask Me anything સેશનમાં ભાગ લીધો હતો. અને તેણે આ દરમિયાન ફેન્સ સામે અનેક ખુલાસા કર્યા હતા. તે વાત તો બધા જ જાણે છે કે દીપિકા પાછલા લાંબા સમયથી પતિ રણવીરસિંહ સાથે સેલ્ફ ક્વારંટાઇનમાં છે. અને તે પોતાના ક્વારંટાઇન ટાઈમની ડિટેલ અવાર નવાર સોશિયલ મીડિયામાં આપતી રહે છે. અને આ લગતા વીડિયો અને તસવીરો પણ શેર કરતી રહે છે. ત્યારે એક ફેને દીપિકાને પુછ્યું કે તે લોકડાઉન પછી સૌથી પહેલા શું કરશે ? તેના જવાબમાં દીપિકાએ કહૃાું કે લોકડાઉન પછીના તેમના બકેટ લિસ્ટમાં સૌથી પહેલું બેંગલુરુમાં તેના પેરેન્ટસ અને બહેનને મળવા જશે. જ્યારે દીપિકા પાદૃુકોણના એક ફેન તેને પુછ્યુ કે તેની અજીબ ટેલેન્ટસ શું છે તો દીપિકાએ કહૃાું કે આ વાત તો તેના પતિ રણવીરસિંહ અને તેની બહેન અનિષા પાદૃુકોણને પુછવી જોઈએ.