દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર ગરબા કરતો વીડિયો કર્યો શેર

બૉલિવૂડ મસ્તાની ગર્લ દીપિકાપાદુકોણ હંમેશા લાઈમ લાઈટમાં રહેતી અભિનેત્રી છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા હેન્ડલર ઈન્સ્ટાગ્રામ પર દીપિકાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગરબા કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહૃાો છે. અભિનેત્રી દીપિકા પાદુકોણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ગરબા ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઈ રહૃાો છે. ફેન્સ દ્વારા આ વીડિયોને લાઈક અને કોમેન્ટ્સ મળી રહી છે.

વીડિયો શેર કરતાં કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે કે, કોઈ એવા મિત્રને શોધો જે કોઈ પણ સંગીત પર ગરબા કરી શકતા હોય. દીપિકા ગરબા કરી તે પળોને માણી રહી છે. દીપિકા સ્વેટ શર્ટ અને સ્કર્ટ ખુબ જ સુંદર લાગી રહી છે. તેના આ વીડિયો પર દર્શકો પ્રેમ વરસાવી રહૃાા છે. મસ્તાની ગર્લના આ વીડિયો પર એક ફેન્સે પ્રતિક્રિયા આપતા કહૃાું ’ક્યુટ’ તો એક યુઝરે કહૃાું કે ’ માય હાર્ટ ઈઝ ફુલ ઓફ લવ.

આપને જણાવી કે દીપિકા પાદુકોણે વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં તેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને એક નવી શરૂઆત કરી હતી. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તે શાહરુખ ખાન સાથે ફિલ્મ ’પઠાન’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પહેલા દીપિકાએ નિર્દૃેશક શકુન બત્રાના ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યુ હતું.