દીપિકા પાદુકોણ-તિક રોશન સ્ટાટર ’ફાઈટર’ પહેલી એરિયલ એક્શન ફિલ્મ હશે

દીપિકા પાદુકોણ અને તિક રોશનના ફેન્સ લાંબા સમયથી ઇંતેજાર કરતા હતા કે આ બંને સ્ટાર્સ સાથે કામ કરે. ફેન્સની આ ઈચ્છા જાન્યુઆરી ૨૦૨૧માં તિક રોશનના બર્થ ડે પર પૂરી થઈ હતી. આ દિવસે એક્શન ફિલ્મ ’ફાઈટર’ની જાહેરાત કરવામાં આવી અને તેમાં દીપિકા-તિક લીડ રોલમાં હશે. મહિનાઓ સુધી ઉત્સુકતા વધાર્યા બાદ ફિલ્મના મેકર્સે જાહેરાત કરી છે કે, દીપિકા-તિક સ્ટારર ’ફાઈટર’ ભારતની પહેલી એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી હશે.

આ ફિલ્મ સાથે જોડાયેલી નાનામાં નાની અપડેટ મેળવવા ફેન્સ આતુર રહે છે ત્યારે મેકર્સની આ જાહેરાત પછી તેમની ખુશી ચોક્કસથી બેવડાઈ હશે. આ ફિલ્મ દ્વારા તિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલીવાર સાથે કામ કરવા જઈ રહૃાા છે અને તેમની ફ્રેશ કેમેસ્ટ્રી પડદા પર જોવા માટે ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે.

વાયકોમ ૧૮ સ્ટુડિયો સિદ્ધાર્થ આનંદ અને તેમના પત્ની મમતા, રેમન ચિમ્બ અને અંકુ પાંડે સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરશે. સ્ટુડિયોના ચીફ ઓપરેટિંગ ઓફિસર અજીત અંધારેએ એક નિવેદનમાં કહૃાું, “એરિયલ એક્શન ફિલ્મ અનોખો સિનેમેટિક અનુભવ આપે છે. ભારતમાં આ પ્રકારનો પ્રયોગ હજી સુધી થયો નથી. હોલિવુડ ફિલ્મ ’ટોપ ગન’નો ચાહક હોવાથી હું છેલ્લા ઘણાં વર્ષોથી એવી વાર્તાની શોધમાં હતો જેના મૂળ ભારતમાં હોય અને તેના પર કોઈ એરિયલ એક્શન ફિલ્મ બનાવી શકાય. આ ફિલ્મ ’ફાઈટર’ હશે. સિદ્ધાર્થ આનંદને આ પ્રકારની ફિલ્મોની સમજ છે અને તેઓ પોતાની ખાસ નિર્દૃેશન શૈલી દ્વારા ફિલ્મોને શાનદાર બનાવે છે. હું તેમની સાથે આ ફિલ્મ બનાવા ઉત્સુક છું.”