બોલીવુડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદૃુકોણનો ૩૭મો જન્મ દિવસ ઉજવ્યો. દીપિકા પાદૃુકોણ આજના સમયમાં સૌથી વધુ લોકપ્રિય અને ડિમાન્ડ વાળી અભિનેત્રી છે. ઓમ શાંતિ ઓમથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર દીપિકાની પઠાણ સુધીની કેવી સફર રહી છે. આવો જાણીએ આ રોમાંચક સફર. ડેનમાર્કમાં જન્મેલી અને ભારતમાં ઉછરેલી દીપિકા પાદૃુકોણનું બાળપણથી જ લક્ષ્ય હતું કે પિતા પ્રકાશ પાદૃુકોની જેમ વિશ્ર્વ કક્ષાની બેડમિન્ટન ખેલાડી બનવાનું. દીપિકાનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૮૬ના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા પ્રકાશ પાદૃુકોણ ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે અને તેની માતા ઉજ્જલા એક ટ્રાવેલ એજન્ટ છે. તો તેની નાની બહેન અનીશા ગોલ્ફર છે. દીપિકા પાદૃુકોણ માત્ર એક વર્ષની હતી ત્યારે તેનો પરિવાર બેંગ્લોર શિટ થયો હતો. જેથી દીપિકાએ પ્રારંભિક શિક્ષણ બેંગ્લોરની સોફિયા હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. આ પછી તેણે માઉન્ટ કાર્મેલ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યો. સમાજશાસ્ત્રમાં બી.એની ડિગ્રી મેળવવા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. પરંતુ મોડલિંગની દૃુનિયામાં પગ મૂકતા અભ્યાસ છોડી દીધો હતો. કારકિર્દૃીની શરૂઆતમાં દીપિકાએ લિરિલ સાબુ માટે ટેલિવિઝન કમર્શિયલ સાથે જોડાઈ ઓળખ મેળવી હતી. આ સાથે અન્ય ઘણી બ્રાન્ડ માટે પણ મોડલિંગ કર્યું છે. તો વર્ષે ૨૦૦૫માં દીપિકા પાદૃુકોણે ડિઝાઇનર સુનીત વર્મા માટે લેક્મે ફેશન વીકમાં ભાગ લીધો. તો કિંગફિશર ફેશન એવોર્ડ્સમાં મોડલ ઓફ ધ યર એવોર્ડ પણ દીપિકાએ જીત્યો છે. તે બાદ ૨૧ વર્ષની ઉંમરે દીપિકા પાદૃુકોણ મુંબઈ આવી માસીના ઘરે રહેવા લાગી હતી. તો ૨૦૦૬માં દીપિકાએ પહેલી વખત હિમેશ રેશમિયાના આલ્બમ આપ કા સુરૂરના ગીત નામ હૈ તેરામાં જોવા મળી હતી. બસ અહીં તેના કરીયરની જે શરૂઆત થઈ કે તેણે પાછું વળીને જોયું નથી. પરંતુ શરૂઆતમાં તેણે ઓફરને ઈક્ધાર કરી અનુપમ ખેરની ફિલ્મ એકેડમીમાં અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો. બોલીવુડમાં એન્ટ્રી માર્યા પહેલાં વર્ષ ૨૦૦૬માં દીપિકા પાદૃુકોણે કન્નડ ફિલ્મ ઐશ્ર્વર્યામાં અભિનેતા ઉપેન્દ્ર સાથે ફિલ્મની શરૂઆત કરી હતી. તે બાદ તેણે બોલીવુડમાં એન્ટ્રી મારી ફેન્સના દિલ જીત્યા. ફિલ્મ નિર્દૃેશક ફરાહ ખાને દીપિકા પાદૃુકોણને ઓમ શાંતિ ઓમમાં અભિનેત્રીના રોલમાં કાસ્ટ કરી. બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન સાથે પોતાની પહેલી ફિલ્મ કરી દીપિકા પાદૃુકોણ બોલીવુડમાં છવાઈ ગઈ હતી. એટલું જ નહીં પણ વર્ષ ૨૦૧૭માં દીપિકા પાદૃુકોણે એક્ટર વિન ડીઝલ સાથે હોલીવુડ ફિલ્મ ટટટ રિર્ટન ઓફ ઝેન્ટર કેઝમાં પણ કામ કર્યું હતું. બોલીવુડમાં રાતોરાત ચમકેલી દીપિકા પાદૃુકોણની સફર પણ ખૂબ સંઘર્ષથી ભરેલી છે. બોલીવુડમાં પગ જમાવ્યા બાદ વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૧ દીપિકા માટે સારા નહોંતા રહૃાા. દીપિકા પાદૃુકોણની આરક્ષણ અને દૃેશી બોયઝ ફિલ્મ બોક્સ ઓફિસ પર લોપ થઈ હતી. તો ફિલ્મો લોપ થતા ટિકાઓ અને રિજેક્શન પણ થવા લાગ્યા. પરંતુ દીપિકાએ હાર ના માની અને વર્ષ ૨૦૧૨માં ફિલ્મ રોમ-કોમ કોકટેલમાં દીપિકાએ શાનદૃાર અભિનય કર્યો. આ ફિલ્મ દીપિકા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. જે બાદ દીપિકાનો સિતોરો સતત ચમકતો રહૃાો છે. જેમાં પીકુ, બાજીરાવ મસ્તાની, યે જવાની હૈ દીવાની, ગોલિયોં કી રાસલીલા રામ-લીલા, હેપ્પી ન્યૂ યર જેવી હિટ ફિલ્મો આપી હતી. ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ દીપિકા પાદૃુકોણ અને શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલિઝ થવાની છે. પરંતુ આ ફિલ્મના ગીતમાં દીપિકાએ પહેરેલા ડ્રેશ વિવાદૃોની આગ લગાવી હતી. બેશરમ રંગ અને ઝુમે જો પઠાણ ગીતના લીધે દીપિકા ખૂબ જ ટ્રોલ થઈ છે. પરંતુ દીપિકા એટલી મજબૂત મનોબળની છે કે તેને નેગેટિવ ટિપ્પણીઓથી કોઈ ફરક નથી પડતો.