દીવનાં ઘોઘલામાં નાઈટ વોલીબોલ શુટિંગ ટુર્નામેન્ટ યોજાઇ

દીવ, દીવ ના ઘોઘલા ખાતે આવેલા ભૂતેશ્વર વ્યાયામ શાળા દ્વારા નાઈટ વોલીબોલ શુટિંગ ટુર્નામેન્ટ 2020 નું આયોજન ભૂતેશ્વર વ્યાયામ શાળા ના પ્રાંગણ માં કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં માં દિવ જીલ્લા ની કુલ 12 ટીમો એ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં ના ફાઈનલ મેચ માં ગણેશ – છ ઘોઘલા અને ગણેશ – ભ ઘોઘલા રમ્યા હતા જેમા ગણેશ – ભ ઘોઘલા વિનર બન્યા હતા આ સમગ્ર ટુર્નામેન્ટ માં સ્પોન્સર શીપ ટેગ બીયર અને કાઝાલુક્ષો દીવ દ્વારા કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે કાઝા લુક્ષો ના તરફ થી ચેતન કટારીયા,શિવ ભવાની ગૃપ તરફ થી ગોવિંદ ભાઈ પરસાણા, વકીલ રાકેશ.વી.મહેતા, કાઉન્સિલર અને ભૂતેશ્વર વ્યાયામ શાળા ના પ્રમુખ હરેશ પાંચા કાપડિયા, દેવાંક શાહ તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિનર અને રનરઅપ ટીમ ને શિલ્ડ અને સર્ટીફીકેટ આપી ને પ્રોત્સાહિત કર્યા હતા મેચ માં મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ વગેરે ને શિલ્ડ તથા ઈનામ આપવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ માં બેસ્ટ કોમેન્ટેર નું ઈનામ અલ્તાફ લાલાણી મળ્યુ હતું ટુર્નામેન્ટ દરમિયાન ખૂબજ ઉત્સાહ થી ખેલાડીઓ એ ભાગ લીધો હતો.