દીવમાં કોરોના બોમ્બ: ૧૧ કેસ પોઝિટિવ નોંધાતા લોકોમાં ગભરાટ

દીવ,

દીવમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો છે. બપોર સુધીમાં દીવમાં વધુ ૧૧ કેસ નોંધાયા છે. વણાકબારામાં ૮, ઘોઘલામાં ૨ અને દીવમાં ૧ કેસ પોઝિટિવ નોંધાયો છે. એક સાથે ૧૧ કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. વધતા જતા કેસને લઈને પ્રશાસન અને પ્રજામાં ચિંતાનો માહોલ જોવા મળી રહૃાો છે.

દીવમાં હાલ ૩૩ કેસ એક્ટિવ છે. એક સાથે ૧૧ કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.