દુધાળાથી તુલસીશ્યામ રોડમાં 80 બમ્પ ખડકી દીધા

અમરેલી, ગીર દુધાળાથી તુલસીશ્યામનો મહત્વનો રોડ સતત ભરચક રહે છે. ખાસ કરીને ગીર પંથકનાં ગામો, તુલસીશ્યામ અને દિવ સહિતનાં વિસ્તારો માટે ઉપયોગી આ રોડમાં વાહનોની અવરજવર પણ ભારે પ્રમાણમાં રહે છે. પરંતુ મોટી મુશ્કેલી એ છે કે, દુધાળાથી તુલસીશ્યામ સુધીમાં 80 બમ્ફ ખડકી દેવાતા વાહનચાલકો ઉપરાંત રાહદારીઓ પણ પરેશાન છે. અનેક વખત વાહનો પરથી ગબડી પડવાનાં બનાવો પણ બને છે. લોકોની અને ખાસ કરીને પ્રવાસીઓની આ મુશ્કેલી ધ્યાાને લઇ સરકારે યોગ્ય પ્રબંધ કરવો જોઇએ તેમ અમરેલીનાં જાણીતા ધારાાશાસ્ત્રી બકુલભાઇ પંડ્યાએ માંગ કર્યાનું જણાવ્યું છે.