દુધાળા હરીકૃષ્ણ સરોવર પર બંધારો તુટી જતા ચાલુ વરસાદે રીપેર કરીને પાણી રોકી દેવાયું

  • ધોળકીયા ફાઉન્ડેશનના સવજીભાઇ ધોળકીયાની મહેનત રંગ લાવી

અમરેલી,

દુધાળા નજીક ગાગડીયો નદી પર ધોળકીયા ફાઉન્ડેશનના સવજીભાઇએ સાત જેટલા સરોવરો બંધાવી મોટા પ્રમાણમાં પાણી સંગ્રહ કરી લોક ઉપયોગી ઉદાહરણ પુરૂ પાડયુ હતુ તાજેતરના ધોધમાર વરસાદમાં ગાગડીયામાં ઘોડાપુર આવેલ તેથી પાણીનો બંધારો તુટી જતા પાણી વહી જાય તે પહેલા ચાલુ વરસાદે સવજીભાઇ તથા કનકભાઇ પટેલની ટીમે રીપેર કરાવી પાણી રોકી રાખ્યુ હતુ .