દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિનું ૧૧૬મો જન્મદિવસ મનાવ્ય બાદ નિધન

દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિનું ૧૧૬મો જન્મ દિવસ મનાવ્યાના ચાર મહિના બાદ નિધન થઇ ગયું છે. ૮ મે ૧૯૦૪ના રોજ જન્મેલા દક્ષિણ આફ્રિકાના ફ્રેડી બ્લોમની આ દુનિયામાંથી જતા પહેલાં એક ઇચ્છા કોરોના વાયરસના લીધે પૂરી થઇ શકી નહીં અને ઇચ્છા અધૂરી રહી ગઇ. ફ્રેડીને સિગરેટ પીવાનો ખૂબ શોખ હતો પરંતુ કોરોના વાયરસના લીધે તમાકું મળતું નહોતું તેના લીધે સિગરેટ બનાવી શકયા નહીં.

પોતાનો ૧૧૬મો જન્મદિવસ મનાવ્યા બાદ ફ્રેડીએ કહૃાું હતું કે હું ઇશ્ર્વરની કૃપાથી આટલા દિવસ સુધી જીવતો છું. સ્થાનિક મીડિયાના મતે કોરોના વાયરસના લીધે સાઉથ આફ્રિકામાં લોકડાઉન લાગેલું છે. તેના લીધે તેઓ સિગરેટ બનાવા માટે તમાકુ ખરીદી શકયા નહીં. આથી જન્મદિવસ પર તેમની સિગરેટ પીવાની ઇચ્છા અધૂરી રહી ગઇ. ૧૧૬મા બર્થડે પર તેમની એકમાત્ર ઇચ્છા સિગરેટ પીવાની હતી.

સાઉથ આફ્રિકાએ લોકડાઉનના લીધે દારૂ અને સિગરેટની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે જેથી કરીને રસ્તા પર દારૂ પીને થતી મારપીટના કેસ હોસ્પિટલોમાં ઓછા આવ્યા. ફ્રેડીના આખા પરિવારનું ૧૯૧૮ની સાલમાં સ્પેનિશ લૂ દરમ્યાન મોત થયું હતું. તેમને દક્ષિણ આફ્રિકન મીડિયાએ દુનિયા સૌથી વૃદ્ધ વ્યક્તિ ગણાવ્યા છે. પરિવારના રોત બાદ બ્લોમ એ પોતાના ત્રણ બાળકોનું પાલન કર્યું હતું. પરિવારના પ્રવક્તા અંડ્રે નાઇદૂએ કહૃાું કે તેમના દાદા એ મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતા વ્યક્તિ હતા અને હંમેશા આત્મવિશ્ર્વાસથી ભરપૂર હતા. તેમણે ૨ વર્ષથી ડૉકટરની પાસે જવાનું બંધ કરી દીધું હતું. તેમણે કહૃાું કે મારા દાદાનું મોત કોરોના વાયરસના લીધે નહીં પરંતુ સામાન્ય રીતે થયું છે.