દુનિયાની એકમાત્ર નેચરલ ફાર્મીગ યુનિવર્સીટીના કુલપતિ પદે ડો.સી.કે.ટીંબડીયાની નિમણુંક કરાઇ

અમરેલી,
ભારતીય પરંપરાગત ખેતી કે જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની જગ્યા એ દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર માથી જીવામૃત,ઘનજીવામૃત , જંતુનાશકો બનાવી અન્ય આયામો ના ઉપયોગ થી પ્રાકૃતિક ખેતી કરી જળ ,જમીન,પર્યાવરણ અને જીવમાત્ર ના આરોગ્ય ની સુરક્ષા સાથે તેના વિજ્ઞાન ને પ્રસ્થાપિત કરી પ્રમાણન ની કામગીરી સાથે પ્રાકૃતિક કૃષિ ના શિક્ષણ ,સંશોધન અને વિસ્તરણની કામગીરી માટે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના વિઝન થી હાલોલ ખાતે સ્થાપિત ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી ના કુલપતિ તરીકે ડો સી કે ટીંબડિયા ની રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયમિત નિંમણુક થતા ગુજરાત રાજ્ય ના અને ખાસ કરી દક્ષિણ ગુજરાત ના ખેડુતો માં આનંદ ની લાગણી ફેલાઈ છે.ગુજરાત ના મહામહિમ રાજયપાલ આચાયઁ દેવવ્રતજી એ પોતાના હરિયાણા કુરુક્ષેત્ર ખાતે 200 એકરમાં છેલ્લા 10 વષઁ થી પ્રાકૃતિક ખેતી કરી સફળતા પ્રાપ્ત કરી છે અને ગુજરાત રાજ્ય ના ખેડુતોને ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળવા અને રાસાયણિક ખેતી છોડવા હાકલ પણ કરી છે.આગામી સમયમાં યુનિવર્સિટી આ દિશામાં કાયઁ કરી દેશ અને દુનિયામાં પરંપરાગત ભારતિય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કરશે.