દુનિયાની ટોપ ૧૦ આકર્ષક સુપરમોડલ્સમાં ઉર્વશી રૌતેલાનું નામ સામેલ

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રોતૈલા દુનિયાની ટોપ ૧૦ સૌથી આકર્ષક સુપરમોડલ્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે. અભિનેત્રીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરી આ ખુશખબરી પોતાના ફેન્સની સાથે શેર કરી છે. ઈંસ્ટાગ્રામ પર ઉર્વશીના ૩ કરોડ ૪ લાખથી પણ વધારે ફોલોઅર્સ છે અને તેમને શુક્રવારે ટોપ ૧૦ વર્લ્ડસ સેક્સીએટ સુપર મોડલ ૨૦૨૧ યાદીમાં સામેલ થવાના સમાચાર શેર કર્યા હતા.

તેમણે પોસ્ટ થકી પોતાના ફેન્સનો પ્રેમ અને તેમના સપોર્ટનો આભાર માન્યો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, હું દુનિયાની ટોપ ૧૦ સૌથી આકર્ષક સુપરમોડલ્સની યાદીમાં આવી ગઈ છું અને તે માટે દિૃલથી તમારો આભાર વ્યક્ત કરું છું. ઉર્વશીએ લખ્યું કે, ‘ભગવાનની કસમ હું હેરાન છું કારણ કે, કેવી રીતે હું આવુ કરનારી પ્રથમ મહિલા બની ગઈ છું. મેં પોતાના જીવનમાં ડ્રમેજ, લુક અથવા અપીયરેંસમાં કોઈ ફેરફાર કર્યો નથી.