તા. ૧૪.૧૦.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૮ આસો વદ પાંચમ, રોહિણી નક્ષત્ર, વ્યતિ. યોગ, કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ દિવાળીના બીજા દિવસે ૨૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ થશે જે વાયુ તત્વની તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થવાનું છે . આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારત દેશમાં પણ દેખાવાનું છે જેથી પાળવાનું રહેશે જ્યારે વિક્રમ સંવત ૨૦૭૯ કારતક સુદ પૂનમને મંગળવારે તારીખ ૮.૧૧.૨૨ના રોજ મેષ રાશિમાં અગ્નિ તત્વ અને ભરણી નક્ષત્રમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે. આગામી દિવસો માં ખાસ કરીને દિવાળી ના તહેવાર પર આવતું અને ત્યારબાદ કાર્તકી પૂનમ પર આવતું ખગ્રાસ ચંદ્રગ્રહણ અનેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવનાર બને છે વળી આ સમયમાં યુદ્ધનો ઉન્માદ વધતો જોવા મળશે. સૂર્ય અને ચંદ્ર ગ્રહણ તુલા અને મેષ રાશિમાં થઇ રહ્યા છે તુલા જાહેરજીવનની અને દામ્પત્યજીવનની રાશિ છે તેમાં ગ્રહણ થવાથી જાહેરજીવનમાં આગળ પડતા કહી શકાય એવા અનેક દિગ્ગજોના વૈવાહિક જીવન ચર્ચામાં આવશે અને આ સમયમાં સારી જોડીઓ છુટ્ટી પડતી કે ખંડિત થતી જોવા મળે. ગ્રહણની વ્યાપક અસરો કુદરતી બાબતો પર પડતી જોવા મળે અને કોઈ કોઈ જગ્યાએ આપદાઓનો અનુભવ થાય વળી આ સમયમાં ઉર્જા કટોકટીનો સામનો કરવો પડે જો કે આગામી વિક્રમ સંવંતમાં દુનિયાની મોટાભાગની સરકારો ઉર્જાના નવા સ્તોત્ર તરફ આગળ વધતી જોવા મળે. આ સમયમાં વિશ્વ સમુદાય એક અજંપા ભરી સ્થિતિમાં થી પસાર થતો જોવા મળે અને અનેક દેશના નાગરિકો વધુ માત્રામાં બીજા દેશમાં વધતા જોવા મળે.