દુનિયાભરમાં કોરોનાના રોજ રેકોર્ડબ્રેક કેસ: ડબલ્યુએચઓની ગંભીર ચેતવણી

કોરોના સંક્રમણે લગભગ આખી દુનિયાને પોતાની ઝપટમાં લઇ લીધા છે અને દરરોજ આ સંક્રમણ વધી રહૃાું છે. ગયા સપ્તાહે અંદાજે ૪૦ દેશોમાં દરરોજ સામે આવતા કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો જોવા મળી રહૃાો છે. રોયટર્સના એક રિપોર્ટના મતે ગયા સપ્તાહના મુકાબલે લગભગ બમણો થઇ ગયો છે. અમેરિકા, બ્રાઝીલ અને ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, જાપાન, હોંગકોંગ, બોલીવિયા, સુડાન, ઇથોપિયા, બુલગારિયા, બેલ્જિયમસ ઉઝબેકિસ્તાન અને ઇઝરાયલ વગેરે દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહૃાા છે.

કેટલાંય દેશોએ ખાસ કરીને ત્યાં જયાં લોકડાઉન, સોશિયલ ડિસ્ટેિંંસગના નિયમોમાં થોડીક ઢીલ આપી દીધી છે. ત્યાં પણ હજુ કોરોના મહામારીનો ફરીથી વધવાનો ખતરો ઉભો થઇ ગયો છે. ડબ્લ્યુએચઓના ડાયરેકટર જનરલ ટેડ્રોસ ગેબ્રિએસસનું કહેવું છે. હવે પહેલાં જેવું સામાન્ય થવાનું નથી. મહામારીએ પહેલાં જ આપણા જીવવાની રીત બદલી નાંખી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઇને મળતા કે બહાર જવાના નિર્ણયની સાથે િંજદગી અને મોતના નિર્ણયને સમજો, કારણ કે એ પણ છે.

આંકડાના મતે ત્રણ સપ્તાહ પહેલાં ઓછામાં ઓછા ૭ દેશોમાં દરરોજ કોરોનાના કેસ રેકોર્ડ બ્રેક વધી રહૃાા હતા, જો કે તે બે સપ્તાહ પહેલાં વધીને ૧૩ દેશ થઇ ગયા. તો ગયા સપ્તાહે ૩૭ દેશોમાં કોરોનાના કેસ દરરોજ વધી જ રહૃાા છે.