દૃુબઈમાં કોહલીએ આરસીબીનાં ખેલાડીઓને બાયો બબલ બનાવી રાખવા કરી અપીલ

ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સિઝન યુએઈમાં રમાવાની છે. કોરોના મહામારીને કારણે ભારત બહાર આઈપીએલ રમાડવાનો નિર્ણય લેવાયો છે. આ ટુર્નામેન્ટ દરમિયાન તમામ ફ્રેન્ચાઈઝી દ્વારા ખેલાડીઓને કોરોનાથી બચવાના દિશા નિર્દૃેશ જાહેર કરાય છે અને પ્રોટોકોલનું પાલન કરીને જ મેચ રમવી પડશે. આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના કેપ્ટન વિરાટ કોહલીએ દૃુબઈ પહોંચતાં જ તરત એક્શનમાં જોવા મળી રહૃાો છે અને એક મીટિંગ કરીને તેણે ટીમનાં ખેલાડીઓને ચેતવણી પણ આપી દીધી છે.
કોહલીએ આઈપીએલ માટે ટીમની પહેલી વીડિયો કોન્ફરન્સમાં ખેલાડીઓને બાયો બબલ (આઈપીએલમાં ખેલાડીઓને કોરોનાથી બચાવવા માટે બનાવેલો સુરક્ષિત માહોલ)ને બનાવી રાખવાની અપીલ કરતાં ચેતવણી આપી છે કે, એક ભૂલથી સમગ્ર ટુર્નામેન્ટ ખરાબ થઈ શકે છે. સાથે કોહલીએ કહૃાું કે, અધિકારીઓ દ્વારા યુએઈમાં બનાવવામાં આવેલાં નિયમોનું પાલન કરો. આરસીબીના ક્રિકેટ ઓપરેશનના ડિરેક્ટર માઈક હેસન અને મુખ્ય કોચ સાઈમન કેટિચ પણ આ બેઠકમાં હાજર હતા. આ મીટિંગમાં નિયમોના ઉલ્લંઘન અંગે પણ ખેલાડીઓને માહિતી આપવામાં આવ હતી. જો નિયમ તોડશે તો ખેલાડી સાત દિવસ માટે ક્વોરન્ટીન થઈ જશે. અને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેને ટીમમાં કે રમવા માટે મંજૂરી મળશે.