દૃેશના વીર જવાનો સાથે પૂરી સંસદ એકસાથે એક અવાજે ઊભી છે: વડાપ્રધાન

 • કપરા સમયમાં સંસદનું સત્ર શરૂ થયુ, એક બાજુ કોરોના બીજી બાજુ કર્તવ્ય

  સંસદના ચોમાસુ સત્રના પ્રારંભ પૂર્વે ચીનના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરતા વિપક્ષની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદનો સેતુ બાંધવાનો પ્રયત્ન કર્યો છે. વડાપ્રધાન સંસદનું સત્ર શરૂ થતા પહેલા જણાવ્યું હતું કે સમગ્ર દૃેશ સરહદ પર એકદમ સાવધ ઊભેલા વીર જવાનોની સાથે ઊભો છે અને ગૃહ પણ એક જ સ્વર, એક જ ભાવ અને ભાવનાની સાથે આપણા જવાનો માટે ઊભુ છે.
  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણા લશ્કરના જવા સરહદ પર અત્યંત સાવધ છે અને પૂરેપૂરી હિંમતની સાથે, જુસ્સા સાથે બુલંદ હોંસલાની સાથે દૃુર્ગમ વિસ્તારોમાં ઊભેલા છે તો ત્યારે ગૃહની જવાબદારી વિશેષ છે. થોડા સમયમાં હિમવર્ષા અને વરસાદ શરૂ થશે. દૃુર્ગમ વિસ્તારોમાં લશ્કર પૂરી તાકાત સાથે ઊભું છે. આ સંજોગોમાં સમગ્ર ગૃહ એક સ્વર, એક ભાવ, એક ભાવના તેમજ એક સંકલ્પથી સંદૃેશ આપશે કે સમગ્ર દૃેશ જવાનોની સાથે છે.
  વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોરોના રોગચાળા જેવા મુશ્કેલ સમયમાં સંસદનું સત્ર શરૂ થઈ રહૃાુ છે. સાંસદોએ પોતાની ફરજ નીભાવવાનું પસંદ કર્યુ છે. હું આ બદલ તેમને અભિનંદન આપુ છું. આ વખતે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી જુદા-જુદા સમયે થશે. શનિવાર અને રવિવારે પણ સંસદની કાર્યવાહી થશે, કારણ કે સાંસદોએ આ વાત સ્વીકારી છે.
  વડાપ્રધાને તેની જોડે-જોડે સાંસદોને પણ કોરોના અંગે ચેતવ્યા. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી કોરોનાની દવા મળે ત્યાં સુધી કોઈપણ પ્રકારની ઢીલાઈ ન ચાલે. આપણે ઇચ્છીએ છીએ કે વિશ્વના કોઈપણ ખૂણામાં કોરોનાની વેક્સિન ઝડપતી બની જાય. આપણા વૈજ્ઞાનિક પણ તેમાં સફળ થાય અને આ સમસ્યાથી ઝડપતી છૂટકારો મળે. વડાપ્રધાન જણાવ્યું હતું કે આ સત્રમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય થશે અને કેટલાય પર ચર્ચા થશે.
  તેમણે જણાવ્યું હતું કે દૃેશ હાલમાં કોરોનાના રોગચાળા સામે ઝઝૂમી રહૃાો છે. તેમણે જણાવ્યું હતું કે આપણા બધાનો અનુભવ છે કે લોકસભામાં જેટલી વધારે ચર્ચા થાય છે, જેટલી તલસ્પર્શી ચર્ચા થાય છે, જેટલી વૈવિધ્યતાસભર ભારે ચર્ચા થાય છે, તેટલો ગૃહને પણ તે બાબતને લઈને અને દૃેશને બહુ મોટો ફાયદો થાય છે.