દૃેશમાં ઓમિક્રોનની સંખ્યા ૧૭૧ થઈ : ભારતની ચિંતા વધી

દૃેશમાં સોમવારે ઓમિક્રોનના કેરળમાં નવા ૪ કેસ અને દિલ્હીમાં ૬ તેમજ કર્ણાટકમાં નવા ૫ કેસ સાથે કુલ ૧૭૧ કેસ પ્રકાશમાં આવ્યા છે. કેરળમાં ઓમિક્રોનનાં કુલ કેસ ૧૫ પર પહોંચ્યા છે. દિલ્હીમાં ૬ નવા કેસ સાથે કુલ ૨૮ કેસ નોંધાયા છે. દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬,૫૬૩ કેસ પ્રકાશમાં આવ્યા છે. ૧૩૨ લોકોનાં મોત થયા છે. ૮,૦૭૭ લોકો સાજા થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૮૨,૨૬૭ થઈ છે. ૩.૪૧ કરોડ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ૪,૭૭,૫૫૪ લાખથી વધુનાં મોત થયા છે. રિકવરી રેટ વધીને ૯૮.૩૯ ટકા થયો છે. દિલ્હી, દૃેશનાં અન્ય રાજ્યોમાં જે રીતે ઓમિક્રોનના કેસ વધી રહૃાા છે તે જોતા AIIMS નાં કોમ્યુનિટી મેડિસિન પ્રોફેસર સંજય રાયે લોકોને સાવધ રહેવા તાકીદ કરી છે.