દૃેશમાં કોરોનાથી ૩૯૩ ડોકટરનાં મોત, સૌથી વધુ તમિલનાડુમાં મોત

ન્યુ દિૃલ્હી,કોરોના વાઈરસથી દેશમાં ૩૯૩ ડોકટરનાં મોત થયા હોવાનો ખુલાસો થયો છે. જેમાં સૌથી વધુ તમિલનાડુમાં ૬૪ ડોકટરનાં મોત થયા છે. ઈન્ડીયન મેડીકલ એસો.એ આ માહિતી જાહેર કરી છે. તેવી રીતે આંધ્ર પ્રદેશમાં ૪૩, કર્ણાટકમાં ૪૨, ગુજરાતમાં ૩૯, મહારાષ્ટ્રમાં ૩૭, પશ્ર્વિમ બંગાળમાં ૨૯ અને ઉત્તર પ્રદેશમાં ૨૩ તબીબના મોત થયા છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં ૧૩ ડોકટરનાં મોત થયા છે. કોરોના મહામારી સામેના જંગમાં ડોક્ટરો, આરોગ્યકર્મીઓ એક ઢાલકની જેમ અડીખમ ઉભા રહીને દરરોજ સેંકડો લોકોને વિકચ સ્વાસ્થ્ય મૃત્યુમાંથી ઉગારે છે. જો કે કોરોના સામે લડતા લડતા અનેક ડોક્ટરો આરોગ્ય કર્મીઓ પણ જીવ ગુમાવી રહૃાા છે. ગુજરાતમાં પાંચ ડોક્ટરો સહિત કુલ ૧૪ આરોગ્યકર્મીઓના કોરોનાથી મૃત્યું થયા છે. કોરોનાથી સૌથી વધુ ડોક્ટર આરોગ્યકર્મીના મૃત્યું થયા હોય તેમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે.
સમગ્ર દેશમાં અત્યારસુધી કેટલા ડોક્ટર-પેરા મેડિકલ કે હોસ્પિટલના અન્ય સ્ટાફને કોરોના થયો અને તેમાંથી કેટલાના મૃત્યું થયા તે અંગે લોકસભામાં શુક્રવારે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય મંત્રાલય દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે, કેટલા આરોગ્યકર્મીઓને કોરોના થયો અને તેમાંથી કેટલાના મૃત્યું થયા તે અંગેનો કોઈ ડેટા કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવતો નથી. પરંતુ કોવિડ ૧૯ સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ ઈન્સ્યુરન્સ આપવામાં આવે છે. જેમાં રૂપિયા ૫૦ લાખના ઈન્સ્યોરન્સ કવર હેઠળ એવા ડોક્ટરો આરોગ્યકર્મીઓને આવરી લેવામાં આવે છે જેઓ કોરોનાના દર્દી ની સારવાર કરી રહૃાા હોય કે સંપર્કમાં આવ્યા હોય અને જેનાથી તેમને પણ સંક્રમણનું જોખમ રહેલું હોય તેમને આવરી લેવામાં આવે છે.
આ રીતે કોરોનાના દર્દી ની સારવારમાં કે તેમના સંપર્કમાં આવવાથી જેમનું કોરોનાથી મૃત્યું થાય તેમને આ ઈન્સ્યોરન્સ અપાય છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ ઈન્સ્યોરન્સ પેકેજના આધારે જેટલી અરજી આવેલી છે તેના આધારે ડેટા તૈયાર કરાયો છે. જેના અનુસાર સૌથી વધુ તામિલનાડુમાં ૬૪ ડોકટરનાં મોત થયા છે. ઈન્ડીયન મેડીકલ એસો.એ આ માહિતી જાહેર કરી છે. તેવી રીતે આંધ્ર પ્રદેશમાં ૪૩, કર્ણાટકમાં ૪૨, ગુજરાતમાં ૩૯, મહારાષ્ટ્રમાં ૩૭, પશ્ર્વિમ બંગાળમાં ૨૯ અને ઉત્તર પ્રદેશમાં ૨૩ તબીબના મોત થયા છે, જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં ૧૩ ડોકટરનાં મોત થયા છે.