દૃેશમાં કોરોનાની બ્રેક ફેઇલ, સંક્રમિતો ૩૦ લાખની નજીક અને ૫૪ હજારથી વધુ મોત

  • છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૮૭૮ પોઝિટિવ કેસ, ૯૪૫ના મોત
  • દર્દીઓના સ્વસ્થ થવાનો દર વધીને ૭૪.૩૦ ટકાએ પહોંચ્યો છે, દેશમાં કોરોના ટેસ્ટિંગમાં ઝડપ, દૃૈનિક ૧૦ લાખને પાર 

    દૃુનિયાભરના તમામ દૃેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહૃાો છે. દૃેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહૃાા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શનિવારના રોજ દૃેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૨૯ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૯૮૭૮ કેસ નોંધાતા કુલ કેસ ૨૯૭૫૭૦૧ થઈ ગયા છે.
    જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહૃાો છે. દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૬૩૧ દૃર્દૃીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૨૨૨૫૭૭ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.
    જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૯૪૫ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૫૫૭૯૪ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવાર સુધીમાં દૃેશભરમાં કોરોના વાયરસના ૬૯૭૩૩૦ એક્ટિવ કેસ છે.
    દૃુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૨૯૩૯૫૧૨ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૭૯૮૮૪૬ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૪૭૦૦૬૩૭ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દૃુનિયામાં અત્યારે ૭૪૪૦૦૨૯ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દૃુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દૃેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે. દૃેશમાં સક્રિય કેસના કેસો ૨૩.૮૨ ટકા છે અને સાજાનો દર ૭૪.૩૦ ટકા છે, જ્યારે મૃત્યુ દર ૧.૮૯ ટકા છે.
    રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદૃેશો દ્વારા કોરોના ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો હોવાથી દૃેશમાં એક દિવસમાં દસ લાખ કોરોના ટેસ્ટનો આંકડો હાંસલ થયો છે. વધુ ટેસ્ટ કરવાથી પોઝિટિવ દરમાં પણ વધારો થાય છે અને સમયસર આઈસોલેશન, અસરકારક ટ્રેિંકગ, સમયસર ક્લિનિકલ સારવાર વગેરે બાબતોને પગલે રિકવરી રેટમાં પણ સુધારો થઈ શકે છે તેમ મંત્રાલયે ઉમેર્યું હતું. શુક્રવારે ૧૦,૨૩,૮૩૬ ટેસ્ટ થયા હતા જે પૈકી ૩.૮ લાખ રેપિડ એન્ટિજેન ટેસ્ટ રહૃાા હતા.