દૃેશમાં કોરોનાનો પ્રકોપ: ૨૪ કલાકમાં ૭૪૬૬ કેસો, ૧૭૫ના મોત

નવી દિૃલ્હી,કોરોના વાયરસના સંક્રમણની અસર ભારતમાં ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે આજે શુક્રવારે પૂરા થયેલા છેલ્લાં ૨૪ કલાકમાં સમગ્ર દૃેશમાં કોરોનાના ૭૪૬૬ નવા કેસ સામે આવ્યા છે. જે અત્યારસુધીમાં ૨૪ કલાકમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધારે છે. એ જ રીતે છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૧૭૫ લોકેના મોત થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક વધીને ૪,૭૦૬ પર પહોંચી ગયો છે. ભારત હવે કોરોના સંક્રમણના કેસમાં એશિયામાં પ્રથમ સ્થાને અને દૃુનિયામાં ૯મા સ્થાને પહોંચી ગયું છે.
ભારતમાં કોરોના લોકડાઉન-૪ની મુદૃત પૂરી થવામાં છે. ૩૧ મેના રોજ લોકડાઉન-૪ પૂર્ણ થયા બાદૃ તેમાં વધારો કરવાની શક્યતા જોવામાં આવી રહી છે. જેમાં વધારે છૂટછાટ આપવાની સંભાવના વચ્ચે રેજેરોજ કોરોનાના કેસો વધી રહૃાાં છે. એક જ દિૃવસમાં ૭ હજાર કરતાં વધુ કેસો નોંધાયા હોય તેવુ બીજી વાર બન્યુ છે. અને ૬ હજાર કરતાં વધારે કેસો નોંધાયા હોય તેવું છેલ્લાં એક સપ્તાહથી થઇ રહૃાું છે. એક તરફ કેસોમાં વધારો થઇ રહૃાો છે તો બીજી તરફ લોકડાઉન-૫ની જાહેરાત વખતે વધુ છૂટછાટો અપાશે તો હજુ કેસો વધવાની શક્યતા જોવામાં આવી રહી છે. અલબત્ત, કેન્દ્ર સરકાર પાસે અર્થતંત્રને ધમધમતુ કરવા માટે લોકડાઉનમાં વધારે છૂટછાટો આપવા સિવાય અન્ યકો ઇ વિકલ્પ પણ નથી. તેથી કડક નિયમો સાથે લોકડાઉન-૫ જાહેર થવાની શકયતા છે.
કેસોની વિગતો પ્રમાણે, એ સાથે જ દૃેશમાં કોરોનાના કુલ સંક્રમિત દૃર્દૃીઓની સંખ્યા વધીને ૧,૬૫,૭૯૯ થઈ ગઈ છે. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર ગુરૂવારે કોરોનાએ ૧૭૫ લોકોનો ભોગ લીધો હતો. એ સાથે કુલ મૃત્યુઆંક ૪૭૦૬નો થયો છે.
જોકે એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી દૃર ૪૨.૮૮ ટકા સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દૃરમિયાન કોરોનાના ૭૪૬૬ નવા કેસ સાથે દૃેશભરમાં કોરોના વાયરસના સંક્રમણનો આંકડો ૧૬૫૭૯૯ સુધી પહોંચી ગયો છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૧૪ લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહૃાા છે.
દૃેશમાં અત્યારે ૮૯૯૮૭ પોઝીટીવ કેસ છે. જ્યારે ૭૧૧૦૫ દૃર્દૃી સાજા થઈ ઘરે પહોંચ્યા છે. દૃેશમાં સંક્રમણથી અત્યાર સુધીમાં ૪૭૦૬ દૃર્દૃીઓના મોત થયા છે. જેમા સૌથી ૧૭૯૨ દૃર્દૃીઓના મોત મહારાષ્ટ્રમાં, ૯૧૫ ગુજરાતમાં, મ.પ્રદૃેશમાં ૩૦૫, દિૃલ્હીમાં ૨૮૮ અને પ.બંગાળમાં ૨૮૩ના મોત થયા છે.
રાજસ્થાન અને યુપીમાં ૧૭૦ના મોત થયા છે તો તામીલનાડુમાં ૧૨૭, આંધ્ર અને તેલંગણામાં ૫૭ના મોત થયા છે. કોવિડ-૧૯ને કારણે કર્ણાટકમાં ૪૪, પંજાબમાં ૪૦, જમ્મુ કાશ્મીરમાં ૨૪, હરીયાણામાં ૧૭, બિહારમાં ૧૩, ઓડિસામાં ૭, કેરળમાં ૬, હિમાચલમાં ૫, ઝારખંડ-ઉતરાખંડ-ચંડીગઢ અને આસામમાં ૪ – ૪ ના મોત થયા છે. મેઘાલયમાં ૧નુ મોત થયુ છે. મુંબઈમાં ગઈકાલે ૧૪૩૮ નવા કેસ સામે આવતા કુલ આંકડો ૩૫૦૦૦ ઉપર પહોંચ્યો છે. વધુ ૩૮ લોકોના મોત થતા કુલ મૃત્યુ ૧૧૦૦થી વધુના થયા છે. તમામ પ્રયાસો છતા ભારતમાં કોરોના કાબુમાં આવતો જ નથી. કેસ વધે છે એટલુ જ નહિ મોતની સંખ્યા પણ વધી રહી છે. પાછલા ૭ દિૃવસમાં રોજ સરેરાશ ૧૫૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતે મોતના મામલે ચીનને પણ પાછળ રાખી દૃીધુ છે. એશિયામાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે.