દૃેશમાં કોરોના બેકાબૂ: ૨૪ કલાકમાં અધધ…૯૩૦થી વધુના મોત

  • છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ હજાર કરતાં વધુ કેસ, કુલ કેસનો આંકડો ૨૦.૮૬ લાખ
  • કોરોના વાયરસથી અત્યાર સુધી ૪૨,૫૭૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો, શુક્રવાર સુધી ૨ કરોડ ૩૩ લાખથી વધુ સેમ્પલની તપાસ કરાઇ
  • યુપીમાં ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ કુલ ૧ લાખ ૭૪ હજાર એફઆઇઆર કરવામાં આવી, એક દિવસમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૦ હજાર ૪૮૩, પછી આંધ્રપ્રદૃેશમાં ૧૦ હજાર ૧૭૧ પોઝિટિવ વધ્યા

સમગ્ર દેશમાં અનલોક-૨માં જેમ કોરોનાના કેસોએ ૪૦ હજાર,૫૦ હજારની પીક પકડી તેમ હવે અનલોક-૩માં ૬૦ હજાર કેસોની પીક પકડાઇ ગઇ હોય તેમ સતત બીજા-ત્રીજા દિવસે કેસો ૬૧ હજાર કરતાં વધારે સામે આવ્યાં હતા. આ સાથે કેસોનો ઐંકડો ૨૦ લાખને પાર ખઇને ગણતરીના કલાકોમાં ૨૧ લાખ પર પહોંચી જાય તો નવાઇ નહીં. આજે શનિવારે સવારે છેલ્લાં ૨૪ કલાકના આંકડા જાહેર કરવામાં આવ્યાં ત્યારે ૬૧,૪૫૫ કેસો સામે આવ્યાં હતા. આ જ સમયગાળામાં શુક્રવારે ૯૩૭ લોકોના મોત થયા હતા. અનલોક-૨ની જેમ અનલોક-૩માં પણ હવે કેસો વધી રહૃાાંનું ચિત્ર ઉપસી રહૃાું છે. દરમ્યન, યુપીમાં ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ અત્યાર સુધી કલમ ૧૮૮ હેઠળ કુલ ૧ લાખ ૭૪ હજાર હ્લૈંઇ કરવામાં આવી છે. કુલ કેસોની સંખ્યા વધીને ૨૦,૮૬,૮૬૪ થઇ છે. જે ૨૧ લાખને પાર થઇ શકે તેમ છે.  સારવાર હેઠળના કેસોની સંખ્યાં ૬,૧૬,૧૬૦ થઇ છે અને સાજા થયેલા લોકોની સંખ્યા  ૧૪ લાખને પાર થઇ ઘઇ છે.

દેશમાં સંક્રમિતોનો આંકડો ૨૦ લાખ ૮૬ હજાર ૮૬૪ થઈ ગયો છે. સતત બીજા દિવસે ૬૧ હજારથી વધુ દર્દૃીઓની પુષ્ટી થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૧ હજાર ૪૫૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે જ આસામમાં સંક્રમિતોની સંખ્યા ૫૫ હજારને પાર થઈ ગઈ છે. અહીંયા શુક્રવારે ૨ હજારથી વધુ કોરોના પોઝિટિવ નોંધાયા છે. રાજસ્થાનમાં દર્દૃીઓની સંખ્યા ૫૦ હજારને પાર થઈ ગઈ છે. પશ્ર્વિમ બંગાળના સિલીગુડીમાં શનિવારે લોકડાઉનના કારણે બજાર બંધ. રસ્તા પણ સુનસામ જોવા મળી રહૃાા છે. આ ઉપરાંત ૨૦,૨૧,૨૨,૨૭,૨૮ અને ૩૧ ઓગસ્ટે પણ રાજ્યમાં લોકડાઉન રહેશે

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પણ આજે વીકલી લોકડાઉન છે. સવારે બજાર બંધ જોવા મળ્યા હતા.  રાજ્યના મુખ્ય સચિવ અવસ્થીએ કહૃાું કે, અમે કોવિડ ગાઈડલાઈન્સનું સખતાઈથી પાલન કરાવી રહૃાા છીએ. નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી કલમ ૧૮૮ હેઠળ કુલ ૧ લાખ ૭૪ હજાર હ્લૈંઇ કરવામાં આવી છે.

અનલોક-૩ અંગે એમપી  સરકારે શુક્રવાર સાંજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેના પ્રમાણે, તહેવાર પર બહાર નીકળવાની છૂટ નહીં મળે. બજાર રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. નાઈટ કર્યુ સવારે ૫ વાગ્યા સુધી હશે. ભોપાલ સહિત રાજ્યમાં માત્ર રવિવારે જ લોકડાઉન રહેશે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, શુક્રવારે ૫ લાખ ૯૮ હજાર ૭૭૮ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી ૨ કરોડ ૩૩ લાખ ૮૭ હજાર ૧૭૧ સેમ્પલની તપાસ કરાઈ છે.

આઇસીએમઆર મુજબ પાંચમી ઓગસ્ટ સુધી કુલ ૨,૨૧,૪૯,૩૫૧ ટેસ્ટ થયા હતા. જેમાં બુધવારે જ ૬,૬૪,૯૪૯ નમૂનાની ચકાસણી થઇ હતી. બુધવારે જે ૯૦૪ લોકોના મોત થયા છે તેમાં ૩૩૪ મહારાષ્ટ્રના છે. ૧૧૨ દર્દીઓ તમિલનાડુના, ૧૦૦ કર્ણાટક, ૭૭ આંધ્રપ્રદેશ અને ૬૧ લોકો પશ્ર્ચિમ બંગાળના છે. આની સાથે જ યુપી અને પંજાબમાં પણ એક જ દિવસમાં અનુક્રમે ૪૦ અને ૨૯ લોકો મર્યા છે. ગુજરાતમાં આ આંકડો ૨૩નો રહૃાો હતો.

દેશમાં થયેલા કુલ ૪૦,૬૯૯ મોતમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૬,૪૭૬ લોકોનો ભોગ લેવાયો છે. તમિલનાડુમાં ૪,૪૬૧, દિલ્હીમાં ૪,૦૪૪, કર્ણાટકમાં ૨,૮૦૪, ગુજરાતમાં ૨,૫૫૬, ઉત્તરપ્રદેશમાં ૧,૮૫૭ અને પશ્ર્ચિમ બંગાળમાં ૧,૮૪૬ દર્દીઓ તો આંધ્રપ્રદેશમાં ૧,૬૮૧ લોકો મોતને ભેટ્યા છે.

તો આ તરફ કોરોનાની વેક્સીન બનાવવા માટે દેશમાં કામ અને ટ્રાયલ ચાલી રહૃાું છે. કોરોનાની દવા બનાવવા માટે બે કંપનીઓ- ભારત બાયોટેક અને જાયડસ કેડિલા કામ કરી રહી છે. હૃાુમન ટ્રાયલ શરૂ થઈ ચુક્યો છે. મોદી સરકાર પણ આ વેક્સીનને લોકો સુધી પહોંચાડવા માટે કામ કરી રહી છે.જેના માટે કેન્દ્રએ બે પેનલની રચના કરી છે.