દૃેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪.૧૦ લાખને પાર

નવી દિૃલ્હી,દૃેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં િંચતાજનક વધારો થઈ રહૃાો છે, ત્યારે આજે પણ એક જ દિૃવસના સૌથી વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દૃેશમાં ૧૫૪૧૩ નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દૃરમિયાન વધુ ૩૦૬ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ સાથે જ દૃેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૪ લાખને પાર પહોંચી ચૂકી છે. અત્યાર સુધી દૃેશમાં કોરોનાના ૪,૧૦,૪૬૧ પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. જ્યારે કોરોનાના કારણે ૧૩,૨૫૪ મરણ નોંધાયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસોમાંથી ૧૬૯૪૫૧ એક્ટિવ કેસો છે, જ્યારે ૨૨૭૭૫૬ લોકોએ કોરોનાને માત આપી છે. એટલે કે, આટલા લોકો સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલોમાંથી રજા આપી દૃેવામાં આવી છે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દૃેશોની યાદૃીમાં ભારત ચોથા નંબર પર છે. ભારત (૪,૧૦,૪૬૧ કેસ) સાથે ચોથા નંબર પર છે. જ્યારે ભારતની પહેલા ત્રીજા નંબરે રશિયા (૫,૭૬,૯૫૨ કેસ), બીજા નંબરે બ્રાઝીલ (૧૦,૭૦,૧૩૯ કેસ) અને ૨૩,૩૦, ૫૭૮ કેસો સાથે અમેરિકા પ્રથમ નંબર પર છે.
ભારતના દૃરેક રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહૃાો છે. જો કે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧.૨૮ લાખને પાર પહોંચી ચૂકી છે.