દૃેશમાં કોરોના સંક્રમિતોનો આંક ૬૭ લાખને પાર, ૧.૦૪ લાખ દર્દીઓનાં મોત

 • ૨૪ કલાકમાં ૭૨ હજારથી વધુ સંક્રમિત, ૯૮૬ના મોત

  સતત સાત દિવસથી ઘટી રહેલા કોરોનાના કેસોમાં બુધવારે વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૨,૦૪૯ પોઝિટિવ કેસ મળી આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૯૮૬ લોકોના મરણ નોંધાયા છે.
  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દૃેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૬૭,૫૭,૧૩૨ પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં જીવલેણ વાઈરસ ૧,૦૪,૫૫૫ લોકોને ભરખી ચૂક્યો છે.
  જો કે રાહતની વાત એ છે કે, દૃેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહૃાો છે. હાલ દૃેશમાં ૯,૦૭,૮૮૩ એક્ટિવ કેસ છે. જ્યારે ૫૭,૪૪,૬૯૪ લોકો કોરોનાને માત આપવામાં સફળ રહૃાાં છે. એટલે કે, આટલા લોકો કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપી દૃેવામાં આવી છે.
  સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં કોરોનાનો કહેર થોડો ઓછો જોવા મળી રહૃાો છે. દૃેશમાં કોરોના સંક્રમિત દર્દીઓ મળવાનો દર સતત ઘટી રહૃાો છે. જ્યારે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહૃાો છે.
  કોરોના ટેસ્ટિંગનો આંકડો મંગળવારે ૮ કરોડને પાર પહોંચી ગયો છે. ૨૪ કલાકમાં ૧૧,૯૯,૮૫૭ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી કુલ ૮,૨૨,૭૧,૬૫૪ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.
  મંગળવાર સુધી આવેલા આંકડા અનુસાર, દૃેશમાં ૮૪ ટકાથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. દૃેશના ૧૭ રાજ્યો એવા છે, જ્યાં રિકવરી રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતાં શ્રેષ્ઠ છે. કેન્દ્ર શાસિત દમણ, આંદામાન-નિકોબાર ઉપરાંત બિહાર, આંધ્ર પ્રદૃેષ તમિલનાડુ, દિલ્હી અને હરિયાણામાં રિકવરી રેટ ૯૦ ટકાથી વધુ છે.
  આ સિવાય પશ્ર્ચિમ બંગાળ, ઉત્તર પ્રદૃેશ, ઓડિશા, ઝારખંડ, મિઝોરમ, તેલંગાણા, પંજાબ, ગુજરાત, ચંદીગઢ અને ગોવામાં પણ ૮૫ ટકાથી વધુ કોરોના દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યાં છે.