દૃેશમાં માત્ર ચાર જ સરકારી બેન્ક રાખવા નીતિ આયોગની મોદી સરકારને સલાહ

  • આ ચાર બેન્કમાં એસબીઆઇ, પીએનબી, બીઓબી અને કેનેરા બેન્ક સામેલ

    દૃેશના બેન્કિગ સેક્ટરમાં પણ બહુ જલદી ખાનગીકરણની દિશામાં મોદી સરકાર આગળ વધી શકે છે. નીતિ આયોગે આ માટેની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી દીધી છે. આયોગે કેન્દ્ર સરકારને દૃેશમાં માત્ર ચાર જ સરકારી બેક્ધ રાખવા માટે સલાહ આપી છે. આ ચાર બેક્ધોમાં સ્ટેટ બેક્ધ ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેક્ધ, બેક્ધ ઓફ બરોડા અને કેનેરા બેક્ધ સામેલ છે. આ સિવાય બીજા ત્રણ નાની સરકારી બેક્ધો પંજાબ એન્ડ સિંધ બેક્ધ, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેક્ધનું ખાનગીકરણ કરવાનુ સૂચન કર્યું છે. જ્યારે અન્ય સરકારી બેક્ધો બેક્ધ ઓફ ઈન્ડિયા, યુનિયન બેક્ધ, ઈન્ડિયન ઓવરસીઝ બેક્ધ, સેન્ટ્રલ બેક્ધ અને ઈન્ડિયન બેક્ધનુ ચાર સરકારી બેક્ધોમાં વિલિનીકરણ કરાશે અથવા તો તેમાંથી સરકાર પોતાની ભાગીદારી ઘટાડીને ૨૬ ટકા સુધી જ રાખશે.
    ખાનગીકરણ માટે કેટલાક સમય પહેલા કેન્દ્ર સરકારે સ્ટ્રેટેજિક અને નોન સ્ટ્રેટેજિક સેક્ટર નક્કી કર્યા હતા.જે પ્રમાણે બેન્કિગ સેક્ટર સ્ટ્રેટેજિક સેક્ટરમાં આવે છે.જેમાં માત્ર ચાર સરકારી સંસ્થાઓને મંજૂરી આપી શકાય તેમ છે. આ સંજોગોમાં સરકાર ચાર જ બેક્ધ રાખશે. આ પ્રસ્તાવને બહુ જલદી કેબિનેટ સમક્ષ મુકવામાં આવશે. સરકારના સૂત્રોનુ કહેવુ છઓે કે, બેક્ધોને મોટા પાયે મૂડીની જરુર પડવાની છે.આ સંજોગોમાં જે સરકારી બેક્ધોની આર્થિક સ્થિતિ નબળી છે તેના ખાનગીકરણથી સરકારને રાહત મળશે. કારણકે આ બેક્ધોમાં સરકારે દર વર્ષે મૂડીરોકાણ કરવુ પડશે.
    ૨૦૧૫ થી લઈને ૨૦૨૦ સુધીમાં સરકારે બેડ લોનના સંકટથી ઘેરાયેલી બેક્ધોમાં ૩.૨ લાખ કરોડ રુપિયાનુ રોકાણ કરેલુ છે. એ પછી પણ બેક્ધનુ માર્કેટ કેપિટલાઈઝેશનનુ સંકટ યથાવત છે અને કોરોનાના કારણે આ સંકટ વધારે ઘેરું બન્યું છે.
    બેક્ધોના ખાનગીકરણ માટે મોદી સરકાર ૧૯૭૦માં બનેલા બેક્ધોના રાષ્ટ્રીયકરણના કાયદાને ખતમ કરી શકે છે.આવુ કરવુ સરકાર માટે મુશ્કેલ પણ નહી હોય કારણકે સંસદના બંને ગૃહમાં સરકાર આ બિલ પાસ કરવવા માટે પુરતુ સંખ્યાબળ ધરાવે છે.