દૃેશમાં ૨૪ કલાકમાં વધુ ૪૯૭૦ પોઝિટિવ કેસ: ૧૩૪ના મોત

ન્યુ દિૃલ્હી,
સમગ્ર દૃેશમાં કોરોના મહામારી લોકડાઉન-૪નો ૧૮મેથી પ્રારંભ થઇ ગયો છે. તેમ છતાં કોરોના પોઝીટીવના કેસો ઓછા થવાને બદૃલે વધી રહૃાાં હોય તેમ છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૪૯૭૦ કેસો નોંધાયા ભારતમાં કોરોના કેસોનો આંકડો હવે એક લાખને પાર પહોંચી ગયો છે. અને મરનારાઓની સંખ્યા ૩૧૬૩ પર પહોંચી ગઇ છે. નોંધનીય બાબત એ છે કે, ૧૧૧ દિૃવસમાં દૃેશમાં કોરોના સંક્રમીતોની સંખ્યા એક લાખને પાર થઇ ગઇ છે અને , ૩૧૬૩ના મોત નિપજ્યા છે.
લોકડાઉન-૪માં કેટલાક રાજ્યોએ વધારે પડતી છૂટછાટો આપતાં કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને લોકડાઉનના નિયમોનું પૂરેપુરૂ પાલન કરાવવા ભાર મૂક્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૫ હજાર કેસો નોંધાયા છે. દૃેશમાં પહેલો કેસ ૩૦ જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં ૧૧૧ દિૃવસમાં એક લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. દૃેશમાં કોરોના વાયરસના ૧૦૧૧૩૯ તમામ કેસ સાથે ભારત દૃુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દૃેશોમાં ચીનને પછાડીને તેની આગળ નીકળી ગયો છે.
સૂત્રોએ કહૃાું કે, લૉકડાઉનનો ચોથો તબક્કો લાગૂ થવા છતાં પણ કોરોના વાયરસનો કાળો કેર યથાવત છે. મંગળવારે કોરોના વાયરસના દૃર્દૃીના આંકડા એક લાખને પાર પહોંચી ગયા હતા.. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ છેલ્લાં ૨૪ કલાક દૃરમિયાન કોરોના વાયરસના ૪૯૭૦ નવા મામલા સામે આવ્યા છે અને ૧૩૪ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના દૃર્દૃીની કુલ સંખ્યા વધીને ૧ લાખ ૧ હજાર ૧૩૯ થઈ ગઈ છે. જ્યારે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ૩૧૬૩ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં દૃર્દૃીઓની સંખ્યા ૩૫ હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં બીજા દિૃવસે ૨ હજારથી વધારે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દૃર્દૃીઓના સાજા થવાનો રેશિયો ૩૮.૨૯ ટકા થઈ ગયો છે.
દૃેશમાં દૃર એક લાખની આબાદૃી પર કોરોના દૃર્દૃીઓની સંખ્યા ૭.૧ છે. સાથે જ કેન્દ્રએ પોતાના ૫૦% જૂનિયર સ્ટાફને ઓફિસ આવવા માટે કહૃાું છે. લોકડાઉન બાદૃ અહીંયા ૩૩% કર્મચારીઓ સાથે કામકાજ થઈ રહૃાું હતું.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૩૦૫૩ કેસ નોંધાયા છે જ્યારે ગુજરાતમાં ૧૧૩૭૯ કોરોના પોઝિટિવ અને તમિલનાડુમાં પણ ૧૧૨૨૪ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દિૃલ્હીમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦ હજાર ૫૨ થઈ ગઈ છે. આ સ્થિતિમાં આગલા થોડા દિૃવસો ભારત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા મંગળવારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની પાંચ કંપનીઓને તહેનાત કરાઈ છે. જેમને મુંબઈમાં ૧,૩,૫,૬ અને ૯ જોનમાં તહેનાત કરવામાં આવશે. મુંબઈ પોલીસ તરફથી આ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આ પહેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળની પાંચ કંપનીઓની પહેલી બેચ સોમવારે મુંબઈ પહોંચી હતી. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પોલીસની મદૃદૃ માટે સીએપીએફને મોકલવાની અપીલ કરી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દૃર્દૃીઓના સાજા થવાનો દૃર વધીને ૩૮.૨૯% થઈ ગયો છે. દૃેશમાં દૃર લાખની વસ્તીએ ૭.૧ દૃર્દૃી સાજા થઈ રહૃાા છે. દૃુનિયામાં જોવામાં આવે તો એક લાખની વસ્તી પર કોરોનાના ૬૦ દૃર્દૃી છે.
દૃરમ્યાન, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના સચિવને પત્ર લખ્યો છે. જેમાં પ્રવાસી શ્રમિકોને સંકટને ઓછું કરવા માટે ઘણા સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં રાજ્યો અને રેલવેના સમન્વયથી વધારે સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની વાત કહેવામાં આવી છે.
હરિયાણા સરકાર એક રાજ્યથી બીજા રાજ્યો વચ્ચે બસ સેવા ચાલુ કરવા માગે છે. એ અંગે તેના યુપી, એમપી, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદૃેશ, ઉત્તરાખંડ, દિૃલ્હી અને ચંદૃીગઢ સરકારને પત્ર લખ્યો છે.
મહારાષ્ટ્ર પોલીસના ૫૫ જવાન છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી પોલીસના ૧૩૨૮ જવાન સંક્રમિત થયા છે.
જો કોરોનાથી મૃત્યુ પામેલાની ની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમા કુલ ૧૧૯૮ લોકોના મોત થયા છે, ગુજરાતમાં ૬૫૯ લોકોના મોત થયા છે, તમિલનાડુમાં ૭૮ લોકોના મોત થયા છે, દિૃલ્હીમાં ૧૬૦ લોકોના મોત થયાં છે, રાજસ્થાનમાં ૧૩૧ લોકોના મોત થયાં છે અને મધ્ય પ્રદૃેશમાં અત્યાર સુધીમા ૨૪૮ લોકોના મોત થયા છે.