દૃેશ કોરોના સામેની જંગ જીતીને જ રહેશે: મોદીનો દ્દઢ વિશ્ર્વાસ

ન્યુ દિૃલ્હી,
કોરોનાથી આખો દૃેશ લાંબી જંગ લડી રહૃાો છે. આ બધાની વચ્ચે ૨૯મી મેના રોજ મોદૃી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂરું થયું. પીએમ નરેન્દ્ર મોદૃીએ દૃેશવાસીઓને લખેલા પત્રમાં કોરોનાની વિરૂદ્ધની લડાઇમાં એકજૂથતા અને દ્રઢ નિશ્ર્ચયના જોરદૃાર વખાણ કર્યા છે. પીએમ પત્રમાં લખ્યું છે કે અત્યંત કષ્ટ ઉઠાવવા છતાંય દૃેશવાસીઓના મહાન પ્રયાસથી એ સુનિશ્ર્ચિત થયું કે અસુવિધા એક તબાહીમાં બદૃલાઇ ના જાય.
પીએમ મોદૃીએ લખ્યું, ‘તમે સાબિત કર્યું છે કે ભારતીયોની સામૂહિક શક્તિ અને તાકાત વિશ્ર્વના અન્ય શક્તિશાળી અને સમૃદ્ધ દૃેશો કરતાં ઘણી આગળ છે. આટલા મોટા સંકટ સમયમાં એવો બિલકુલ દૃાવો કરી શકાય નહીં કે કોઈને અસુવિધા કે પરેશાની ના થઇ હોય. નાના ઉદ્યોગોમાં કામ કરતા આપણા કામદૃારો, પ્રવાસી મજૂરો, મિસ્ત્રી અને કામદૃારોની સાથે જ હૉકર્સ અને અન્ય દૃેશવાસીઓને અસાધારણ વેદૃના સહન કરવી પડી છે. ‘
પીએમ મોદૃીએ તેમની સરકારની કામગીરીની વિસ્તૃત માહિતી પણ આપી છે. તેમણે કહૃાું, ‘રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવેલા ઐતિહાસિક પગલાં અને નિર્ણયો વિશે આ પત્રમાં માહિતી આપવું બહુ વધારે થશે. પરંતુ હું એ ચોક્કસ કહી શકું છું કે આ વર્ષના દૃરેક દિૃવસે મારી સરકારે ચોવીસ કલાક પૂરી તાકાત અને જોશની સાથે નિર્ણયોને લાગૂ કર્યા છે.
પીએમ મોદૃીએ સર્જિકલ અને એર સ્ટ્રાઇક જેવા પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે સુપ્રીમ કોર્ટના રામ મંદિૃર અને નાગરિકતા સંશોધન કાયદૃાનો ઉલ્લેખ કર્યો હતો. પીએમએ કહૃાું કે રામ મંદિૃર અંગેના સર્વાનુમતે ચુકાદૃાને લીધે સદૃીઓથી ચાલી રહેલી ચર્ચાનું સૌહાર્દૃપૂર્ણ સમાપન થયું છે. ટ્રિપલ તલાકને બર્બર પ્રથા ગણાવી પીએમ એ એમ પણ કહૃાું હતું કે ગયા વર્ષે તે ગેરકાયદૃેસર હતું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની જોગવાઈઓને હટાવા અંગે પત્રમાં કહૃાું કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના મજબૂત થઈ છે”
પીએમ મોદૃીએ પત્રમાં કહૃાું કે લોકોએ તેમને સતત બીજી વાર એટલા માટે તક આપી કે જનતા પ્રથમ દૃાવમાં કરવામાં આવેલા કામોને મજબૂતીનો આધાર આપવા માંગતી હતી. પીએમએ લખ્યું કે, ‘૨૦૧૪ અને ૨૦૧૯ ની વચ્ચે ભારતમાં ઝડપથી વિકાસ થયો છે. ગરીબોના ઉત્થાનનું કામ કરવામાં આવ્યું છે. દૃેશે આર્થિક સમાવેશના રૂપમાં મફત ગેસ, વીજળી જોડાણ, સંપૂર્ણ સ્વચ્છતા ઉપરાંત દૃરેકને ઘર પૂરું પાડવાની દિૃશામાં કામ થયું છે.
પીએમએ લખ્યું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઇક દ્વારા પોતાની શક્તિનું પ્રદૃર્શન કર્યું છે. પીએમ મોદૃીએ કહૃાું છે કે આની સાથે વન રેક્ધ વન પેન્શન (ઓઆરઓપી), વન નેશન વન ટેક્સ (જીએસટી) અને ખેડૂતો માટે વાજબી ટેકાના ભાવ જેવી પેન્ડિંગ માંગણીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.
૨૦૧૯ ની ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહૃાું કે, ‘૨૦૧૯ માં ભારતની જનતાએ માત્ર સ્થિરતા માટે મત આપ્યો ન હતો. દૃેશવાસીઓએ ભારતને નવી ઉંચાઇ પર લઈ જવાના સપના સાથે ભારતને વૈશ્ર્વિક નેતા બનાવવા માટે પણ મત આપ્યો.
કોરોના વિરુદ્ધ ભારતનાં જંગનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહૃાું કે એકબાજુ જ્યાં મોટા આર્થિક સંસાધનો અને કાર્યક્ષમ હેલ્થકેર સિસ્ટમવાળી તાકાતો હતી, તો બીજી તરફ આપણા દૃેશમાં મોટી વસતી અને મર્યાદિૃત સંસાધનની મુશ્કેલીઓ હતી. ઘણા બધા લોકોને ડર હતો કે એકવકત કોરોનાની ઝપટમાં આવ્યા બાદૃ ભારત દૃુનિયા માટે સમસ્યા બની જશે. પરંતુ તમે દૃુનિયાની આ વિચારસરણીને બદૃલી નાંખી.
પીએમ મોદૃીએ કહૃાું, ‘આપણે એ વાતનું ધ્યાન રાખવું પડશે જે અસુવિધા આપણે ઝીલી રહૃાા છીએ, તે કોઈ આપત્તિમાં ન ફેરવાય. તેથી દૃરેક ભારતીય માટે નિયમો અને માર્ગદૃર્શિકાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દૃેશ એ અત્યાર સુધી ધૈર્ય બતાવ્યું છે અને તેને આગળ પણ જાળવી રાખવું જોઈએ. આ સૌથી મોટું કારણ છે કે ભારત આજે બીજા ઘણા દૃેશો કરતા વધુ સુરક્ષિત છે. તે એક લાંબી લડાઇ છે પરંતુ આપણે વિજયના માર્ગ પર આગળ વધવાનું શરૂ કર્યું છે અને આ વિજય આપણા સામૂહિક પ્રયાસોથી પ્રાપ્ત થશે.