દૃેહરાદૃૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી મોટો અકસ્માત, ૪ છોકરીઓના મોત

દૃેહરાદૃુન,તા.૦૭
ઉત્તરાખંડ  ના દૃેહરાદૃૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે એક ઘરમાં આગ લાગી હતી અને આ દૃુર્ઘટનામાં ૪ છોકરીઓના મોત થયા હતા. આ ઘટના દૃેહરાદૃૂનના ચકરાતા તહસીલના તિયુની વિસ્તારમાં બની હતી. આગ લાગ્યા બાદૃ ૪ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ હતી અને આગ લાગવાને કારણે તેઓના મોત થયા હતા. ચકરાતાના ડેપ્યુટી કલેક્ટર યુક્તા મિશ્રાએ જણાવ્યું હતું કે લગભગ ૫ કલાકની મહેનત બાદૃ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ભીષણ આગના કારણે લાકડાનું મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદૃ એસડીઆરએફની મદૃદૃથી અઢીથી ૧૨ વર્ષની વયની ચાર છોકરીઓની શોધખોળ કરવામાં આવી હતી, જોકે બાદૃમાં જિલ્લા પ્રશાસને તેમના મૃત્યુની જાણકારી આપી હતી. ડેપ્યુટી કલેક્ટર મિશ્રાએ માહિતી આપી હતી કે ત્યૂણી પુલ પાસેના એક મકાનમાં બે પરિવાર રહે છે. ગુરુવારે સાંજે ઘટના બની ત્યારે બાળકીઓની માતાઓ કપડાં ધોવા માટે ઘરની બહાર નીકળી હતી. આ સિવાય આગ લાગ્યા બાદૃ એક પુરુષ અને એક છોકરો ઘરની બહાર નીકળવામાં સફળ રહૃાા હતા. પરંતુ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ. ડેપ્યુટી કલેકટરે કહૃાું કે પ્રત્યક્ષદૃર્શીઓના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ઘરમાં આગ લાગવાની આશંકા છે. જો કે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે તો તપાસ બાદૃ જ ખબર પડશે. દૃેહરાદૃૂન જિલ્લામાં તુની પુલ નજીક એક મકાનમાં ગઈકાલે સાંજે લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના મોત થયા હતા, જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું. ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે આગ લાગ્યા બાદૃ ઉત્તરાખંડના સીએમ પુષ્કર િંસહ ધામીએ ટ્વીટ કર્યું હતું કે આજે ચકરાતાના તિયુની પુલ પાસે ૪ માળના મકાનમાં આગ લાગવાને કારણે કેટલાક લોકો ત્યાં ફસાયા હોવાના સમાચાર છે. હું ત્યાં રહેતા પરિવારોની સુખાકારી ઈચ્છું છું. પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓને તાકીદૃે કામ કરવા સૂચના આપવામાં આવી .