દેવદિવાળીના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું

તા. ૪.૧૧.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૯ કારતક સુદ અગિયારસ, પૂર્વાભાદ્રપદા  નક્ષત્ર, વ્યાઘાત  યોગ, વણિજ  કરણ આજે  સાંજે ૬.૨૧ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ  કુંભ (ગ ,સ,શ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) .

મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ)       : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આગામી તા. ૮ નવેમ્બર ૨૦૨૨ ના રોજ કાર્તિક પૂર્ણિમાના દિવસે એટલેક દેવદિવાળીના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે. એક પખવાડિયામાં આ બીજું ગ્રહણ છે વળી વિક્રમ સંવંત ૨૦૭૯ની આ પહેલું ચંદ્ર ગ્રહણ દેવદિવાળી પર આવી રહ્યું છે. આ ખગ્રાસ ચંદ્રગ્રહણ  ભરણી નક્ષત્ર માં તથા વ્યતિપાત યોગ માં અને મંગળ વારે થવાનું છે જેથી ભારે ગણી શકાય. અગાઉ લખ્યા મુજબ હાલ આપણે બે ગ્રહણ વચ્ચે થી પસાર થઇ રહ્યા છીએ વળી હાલ મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ ચાલી રહ્યો છે જે ગ્રહણને વધુ મહત્વનું બનાવે છે અને આ સમયમાં બે દેશ વચ્ચે સંઘર્ષ વધતો જોવા મળે અને સીમા બાબતે વિવાદ પણ થાય વળી આ સમયમાં પ્રદુષણ અને ગ્લોબલ વૉર્મિંગના મુદ્દા ગંભીર બનતા જોવા મળે તો આ સમયમાં કેટલાક દેશ તેની આંતરિક બાબતોમાં ચિંતિત રહે અને રાજકીય મોટા ફેરફાર  પણ આવી શકે તો બીજી તરફ મોંઘવારી અને બેરોજગારી સામે સરકારને વધુ ઝઝમવું પડે અને ગયા સૂર્ય ગ્રહણ થી આપણે જોઈએ છીએ કે આ સમયમાં સરકારને પણ કોઈ કોઈ મુદ્દે જવાબ આપવા પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે કેમકે સૂર્ય એ સત્તાના કારક છે. દેવદિવાળીના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે ત્યારે આ સમય સાધના કરવા માટે શ્રેષ્ઠ ગણી શકાય. કેટલાક અનુષ્ઠાન ગ્રહણ દરમિયાન કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે વળી આ વખતે દેવ દિવાળી પર જ ગ્રહણ આવતું હોય આ સમયમાં સાધનાથી વિશેષ પરિણામ પ્રાપ્ત થતા જોવા મળે.