દેશનાં વરિષ્ઠ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી ધારી અવધ મંડળીની શુભેચ્છા મુલાકાતે

  • સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ડો. જસાણી સાથે
  • અવધ મંડળીના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણના નેતૃત્વમાં થઇ રહેલી પ્રગતિને બિરદાવતા શ્રી દિલીપ સંઘાણી

ધારી,
અવધ નાગરીક શરાફી સહકારી મંડળીની ધારી બ્રાન્ચની શુભેચ્છા મુલાકાતે આજે દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા તથા કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ ડો. જે.બી. જસાણી, ભાવનાબેન ગોંડલીયા, મધુબેન જોષી આવ્યા હતા તેમને અવધ નાગરીક શરાફી સહકારી મંડળીની ધારી બ્રાન્ચનાં એડવાઇઝરી કમિટિના ચેરમેનશ્રી રમણીકભાઈ સોજીત્રાએ આવકાર્યા હતા તેમજ અવધ નાગરીક શરાફી સહકારી મંડળીને શ્રી દિલીપભાઇ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, શ્રી ભાવનાબેન ગોંડલીયાએ બિરદાવી હતી અને ચેરમેન શ્રી ભરતભાઈ ચૌહાણના નેતૃત્વમાં પ્રગતિ કરી રહેલ અવધ મંડળીને શુભકામનાંઓ પાઠવી હતી ધારી બ્રાન્ચનાં ઉદયભાઈ ચોલેરા, ધ્રુવીનભાઈ અંટાળા, જયદિપભાઈ ગોંડલીયાએ મહેમાનનું સ્વાગત કર્યુ હતુ.