દેશની એકતા અને અખંડતા મજબૂત થાય તેવા નિર્ણયો લેવા જોઈએ: મોદી

  • વડાપ્રધાને કેવડિયામાં આઈએએસ પ્રોબેશનર્સને વર્ચ્યુઅલ સંબોધન કર્યું
  • દેશને ધ્યાને રાખીને નિર્ણય લો,દિમાગમાં બાબુગીરી ના આવવી જોઇએ

 

દેશના ભાવિ અધિકારીઓ સાથે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ આગ્રહ કર્યો છે. સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ સાથે તેમણે કહૃાું કે આજે રાત્રે સૂતા પહેલાં તેઓ પોતાના કર્તવ્ય અંગે લખીને રાખી મૂકે. પીએમ મોદીએ કહૃાું કે ‘આ કાગળનો ટુકડો જીવનભર તેમની સાથે ‘દયના ધબકારા બનીને રહેશે. પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરતાં કહૃાું કે ‘સિવિલ સર્વન્ટ જે પણ નિર્ણય લે, તેઓ રાષ્ટ્રીય સંદર્ભમાં હોય, દેશની એકતા અખંડતાને મજબૂત કરવાના હોય. તેઓ ગુજરાતના કેવડિયામાં સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ સાથે વાત કરી રહૃાા હતા. દેશના પહેલાં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની જયંતી પર તેમની સલાહ પણ પીએમ એ બનનારા અધિકારીઓ સાથે શેર કરી. તેમણે કહૃાું કે દેશના નાગરિકોની સેવા હવે તમારું સર્વોચ્ચ કર્તવ્ય છે.

જ્યારે તમે બેચ કામ કરવાનું શરૂ કરશો તો તે એ સમય હશે જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાના ૭૫મા વર્ષમાં હશે. તમે જ તે ઓફિસર છો જે એ સમયે પણ દેશ સેવામાં હશો, જ્યારે ભારત પોતાની સ્વતંત્રતાના ૧૦૦ વર્ષ મનાવશે. મારો આગ્રહ છે કે આજની રાત સૂતા પહેલાં પોતાનાને અડધો કલાક આપો. તમારા કર્તવ્ય, જવાબદારી, પ્રણ અંગે જે તમે વિચારી રહૃાા છો તેને લખીને રાખી લેજો. આ કાગળનો ટુકડો જીવનભર તમારા સંકલ્પોને સાકાર કરવા માટે તમારા દયના ધબકારા બનીને તમારી સાથે રહેશે.  વડાપ્રધાન, નરેન્દ્ર મોદી

પટેલે બ્યુરોક્રેસને ‘દેશની સ્ટીલ ફ્રેમ કહૃાું હતું. પીએમ મોદીએ અધિકારીઓને તેનો મતલબ પણ સમજાવ્યો. તેમણે કહૃાું કે સ્ટીલ ફ્રેમનું કામ માત્ર આધાર આપવાનું, માત્ર ચાલતી આવતી વ્યવસ્થાઓને સંભાળવાનું જ નથી હોતું. સ્ટીલ ફ્રેમનું કામ દેશને એ અહેસાસ અપાવાનો પણ હોય છે કે મોટાથી મોટા સંકટ હોય કે પછી મોટાથી મોટા બદલાવ, તમે એક તાકાત બનીને દેશને આગળ વધારવામાં સહયોગ કરીશું.

મોદીએ ભાવિ અધિકારીઓને કહૃાું કે તેઓ દરેક સમયે તેમની સાથે ઉભા છે. તેમણે કહૃાું કે હું તમને વિશ્વાસ અપાવું છું કે પળેપળે તમારી સાથે છું. જ્યારે પણ જરૂર પડે તમે મારો દરવાજો ખખડાવી શકો છો. જ્યાં સુધી હું છું હુંતમારો મિત્ર છું તમારો સાથી છું.