દેશને છઠા સ્થાને રહેલા મંગળ સૂર્યથી શત્રુ પીડા : પણ અંતમાં વિજય ભારતનો જ થશે

મેષ (અ,લ,ઈ) : સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે.
ધન (ધ,ભ,ફ,ઢ) : પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય.
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ) : ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

અગાઉ લખ્યા મુજબ ગુરુના નીચસ્થ થવા સાથે વધુ ને વધુ ધર્મસ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. તો પાણી ના કહેર વચ્ચે ઉત્તરાખંડમાં ધર્મસ્થળો અને ચાર ધામ યાત્રામાં લોકો ફસાયા છે જે ગુરુના નીચસ્થ હોવાની અસર દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી અત્રે આંદોલન વિષે વાત કરતો આવું છું જેમાં હવે એસટી કર્મચારીઓ પણ શામેલ થઇ રહ્યા છે અને અગાઉ લખ્યા મુજબ સરકારને પારાવાર મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે વળી કાશ્મીરમાં આતંકીઓ દિવસે દિવસે વધુને વધુ જોશથી ત્રાટકી રહ્યા છે જે સરકાર અને વિવિધ એજન્સીઓ માટે પડકારરૂપ બને છે. વળી હાલ ગોચરમાં તત્વોનું અસંતુલન ચાલી રહ્યું છે જે પૂર, આગજની અને ભૂકંપ જેવી ઘટનાઓ આપ્યા કરે છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો સેનાપતિ મંગળ મહારાજ આવતીકાલે તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. મંગળ મહારાજ શુક્રના ઘરમાં અને સૂર્ય સાથે હોય ત્યારે થોડું વિચિત્ર પરિણામ આપતા જોવા મળે ખાસ કરીને ઉચ્ચ સ્થાને બિરાજમાન મહિલાઓ શો બિઝનેસ અને ફિલ્મ જગત અને રાજનીતિમાં રહેલ મહિલાઓને તકલીફ પડતી જોવા મળે. ભારતની કુંડળીમાંથી છઠેથી પસાર થતા મંગળ સૂર્ય શત્રુ પીડા આપતા જોવા મળે પરંતુ અંતમાં શત્રુ પર વિજય પણ અપાવે.